Video / અમદાવાદ જમાલપુર માર્કેટમાં શાકભાજી ખરીદવા ઉમટી પડ્યા લોકો, વેપારીઓ પણ નથી પહેરી રહ્યા માસ્ક

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જો કે આ વચ્ચે પણ લોકો નિયમોનું પાલન નથી કરતા અને બેદરકાર જોવા મળ્યા છે. અમદાવાદના જમાલપુર માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. રસ્તા પર શાકભાજી ખરીદવા લોકોની ભીડ છે. જો કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. શાકભાજીના વેપારીઓ માસ્ક પણ નથી પહેરી રહ્યા. અને AMCનું હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ પણ મોટાભાગના લોકો પાસે નથી. જેને લઇ હેલ્થ કાર્ડની વાતના પણ લીરેલીરા ઉડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ