તહેવાર / અમદાવાદીઓમાં ઉત્તરાયણ પર્વને લઇ ભારે ઉત્સાહ, શહેરની શાન ગણાતી પોળોમા પતંગબાજોએ ચગાવ્યા પતંગ

અમદાવાદીઓમાં ઉત્તરાયણ પર્વને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની શાન ગણાતી પોળમાં પતંગબાજો હવે ધાબા પર ચઢી ગયા છે અને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યાં છે. રાયપુરની પોળોમાં વહેલી સવારથી પતંગરસિકો ધાબા પર ચઢી ગયા અને ડીજેની ધૂમ સાથે પતંગની મજા માણી રહ્યાં છે. પોળોમાં લપેટ લપેટની બૂમોથી ઉત્તરાયનો માહોલ જામ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ