સુશાંતના સુસાઈડ કેસમાં જ્યારથી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફસાઈ છે ત્યારથી જ લોકો સતત તેને ટ્રોલ કરી રહ્યાં છે, ત્યાર એકવાર ફરી તેના લેટેસ્ટ વીડિયોને કારણે લોકો તેની પર ભડક્યા છે.
સુશાંતના સુસાઈડ બાદથી રિયા ચક્રવર્તી ફસાઈ ગઈ છે
લોકો સતત તેને ટ્રોલ કરી રહ્યાં છે
એકવાર ફરી તેના લેટેસ્ટ વીડિયોને કારણે લોકો તેની પર ભડક્યા
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. સુશાંત આત્મહત્યા કેસમાં જ્યારથી રિયા ચક્રવર્તી ડ્રગ્સના કેસમાં ફસાઈ છે ત્યારથી તે સતત ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ છે અને ફરી એકવાર લોકો તેના લેટેસ્ટ વીડિયોને કારણે ટ્રોલ કરી રહ્યાં છે.
હકીકતમાં રિયા ચક્રવર્તીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી ગલીના કૂતરાઓને ખવડાવતી જોવા મળે છે અને જ્યારે તે કેમેરો જુએ છે ત્યારે તે સ્માઈલ આપે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો સતત રિયા ચક્રવર્તીને ટ્રોલ કરી રહ્યાં છે. આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. તો એક યુઝરે લખ્યું કે દેખાડો ના કર. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, 'આવું કરવાથી કંઈપણ બદલાશે નહીં, હું તને દિલથી નફરત કરું છું.' આ સાથે સુશાંતને લઈને લોકો સતત રિયા પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ગયા મહિને 14 જૂને રિયાએ સુશાંતની પ્રથમ પુણ્યતિથિ પર ઈમોશનલ નોટ લખી હતી. સુશાંતને યાદ કરતાં રિયાએ લખ્યું, 'એક ક્ષણ એવો નથી હોતો કે જ્યાં હું માનું છું કે હવે તૂ અહીં નથી. તેણે (સુશાંત) કહ્યું હતું કે સમય દરેક વસ્તુને ઠીક કરી દે છે, પરંતુ તૂ મારો સમય અને મારું બધું જ હતો. હું જાણું છું કે તૂ હવે દેવદૂત બની ગયો છે અને મને તારી દૂરબીન દ્વારા ચંદ્રથી જોઈ રહ્યો છે અને મારી રક્ષા કરી રહ્યો છે. હું દરરોજ તારા આગમનની રાહ જોઉં છું કે તૂ મને લઈ જઈશ, હું તને દરેક જગ્યાએ શોધું છું. '
આ પોસ્ટમાં તેણે આગળ લખ્યું કે, 'મને ખબર છે કે તૂ અહીં મારી સાથે છે. રોજ હું તૂટું છું પરંતુ પછી મને તારા શબ્દો યાદ આવે છે કે- 'બેબૂ તું આ કરી શકીશ' અને હું આગળ વધતી રહું છું. જ્યારે પણ તું નથી એવું હું વિચારું છું ત્યારે લાગણીઓની આડશ મારા શરીર પર આવી જાય છે. આ લખી રહી છું ત્યારે મારું હૈયું પીડાય છે અને કંઈપણ વધુ અનુભવવાથી દિલ દુઃખે છે. તારા વિના જિંદગી નથી કારણકે તેનો અર્થ તો તું તારી સાથે લઈ ગયો છે. આ ખાલીપો ક્યારેય નહીં ભરાય. તારા વિના હું થંભી ગઈ છું. મારા સ્વીટ સનશાઈન બોય હું તને રોજ માલપુઆ ખવડાવાનું અને આ દુનિયામાં જેટલી પણ ક્વોન્ટમ ફિઝિક્સની બુક્સ છે તે વાંચવાનું વચન આપું છું પણ પ્લીઝ મારી પાસે પાછો આવી જા મારા બેસ્ટફ્રેન્ડ, મારા મેન, મારા પ્રેમ તને ખૂબ મિસ કરું છું.