અભિયાન / દારૂબંધી અંગે જાગૃતિ લાવવા સુરત પોલીસે ઠેર-ઠેર લગાવેલ પોસ્ટરની લોકોએ કરી ટીકા

સુરત પોલીસે દારૂબંધી અંગેના પોસ્ટર લગાવ્યા છે. દારૂબંધી અંગે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર મોટા પોસ્ટર લગાવ્યા છે. સુરત પોલીસનું આ અભિયાન લોકોમાં ઉત્સુકતાની સાથે સાથે ટીકાનું પણ કારણ બન્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ દારૂ પકડાય છે. ત્યારે સુરત પોલીસનો આ પ્રયાસ ક્યાંક હાંસી પાત્ર બની રહ્યો છે. સુરતમાં અનેક જગ્યાએ દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. હજુ થોડા દિવસ પહેલા જ ડુમ્મસના આશિર્વાદ ફાર્મમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ હતી. ત્યારે સવાલ એ થાય કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પોસ્ટર લગાવવાની જરૂર કેમ ઉભી થઇ છે. પોલીસ ધારે તો શહેરમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ થઇ જાય, પરંતુ પોલીસને કોણ રોકી રહ્યું છે. પોસ્ટર લગાવી દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ છે એવું સાબિત કરવાની જરૂર કેમ પડી?

બ્રેકિંગ ન્યૂઝ