બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / મહિનાની આ તારીખોમાં જન્મેલા લોકો હોય છે મહેનતુ અને કંજૂસ
Last Updated: 12:56 PM, 23 July 2024
સનાતન ધર્મમાં જ્યોતિષ અલગ અલગ પ્રકારે જોવામાં આવે છે. રાશિ પ્રમાણે, હસ્ત રેખા પ્રમાણે આ સિવાય અંક જ્યોતિષ પ્રમાણે પણ વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્યનું અનુમાન લગાવવામાં આવે છે. અંક જ્યોતિષમાં આંકડાઓનું ખૂબ મહત્વ છે. દરેક અંકનો સબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. અંક જ્યોતિષમાં બર્થ ડે આધારે મૂળાંક કાઢવામાં આવે છે.જેમાં મૂળાંકનો સબંધ ગ્રહ સાથે હોય છે.
ADVERTISEMENT
ધારો કે, કોઈનો જન્મ કોઈ પણ મહિનાની 8,17,26 તારીખે થયો છે. તો તે લોકોનો મૂળાંક 8 હોય છે. અને 8નો સબંધ શનિ સાથે હોય છે. જેનો મૂળાંક 8 હોય તેની પર શનિ દેવની વિશેષ કૃપા રહે છે. પરંતુ આ લોકો સ્વભાવથી કંજૂસ હોય છે. આજે 8 મૂળાંકવાળાની ખાસિયત જાણીશું.
વધુ વાંચો : શ્રાવણ મહિનામાં આ 5 કામ કર્યા તો મહાદેવ કોપાયમાન થશે, આર્થિક રીતે પડી ભાંગશો
ADVERTISEMENT
8 તારીખે જન્મેલા લોકો સ્વભાવથી સંઘર્ષશીલ અને મહેનતુ હોય છે. આ લોકો મહેનતથી દરેક કામ પૂરું કરે છે. કરિયરમાં લાંબા સમય બાદ સફળતા મળે છે. સમાજમાં માન સન્માન કમાય છે. સ્વભાવથી અંતર્મુખી હોય છે. તેઓ હંમેશા ઇન્કમના નવા સોર્સ જ શોધતા હોય છે. પરંતુ તેઓ કંજૂસ હોવાના કારણે તે પૈસા જલ્દી કાઢતા નથી. તેઓ ભવિષ્યને જોઈને પૈસાનો ખર્ચ કરે છે. આથી તેમને આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો.
17 તારીખે જન્મેલા લોકો ખૂબ મહેનતુ હોય છે. તેમનામાં ઈમાનદારી અને સ્વાભિમાન પણ હોય છે. તેઓ આર્થિક બાબતે કોઈની પર આંખ બંદ કરીને વિશ્વાસ નથી કરતા. વધુ લોકોને મળવાનું પસંદ નથી કરતા. આર્થિક બાબતે નસીબદાર હોય છે, તેઓ ખોટી જગ્યાએ પૈસા વેડફતા નથી. આવક અને બચતનું સંતુલન તેઓ સારી રીતે કરે છે. સુખ સુવિધામાં જીવન પસાર કરતા હોવા છતાં પૈસાની બચત કરે છે. તેઓ મહેનત અને સંઘર્ષથી સફળતા હાંસિલ કરે છે.
26 તારીખે જન્મેલા લોકો પણ મહેનતુ અને ઈમાનદાર હોય છે. ખૂબ પૈસા કમાય છે. લોંગ ટર્મ ફાયનાંશિયલ ગોલ પર ફોકસ કરે છે. આથી તેમને જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. સુખ સુવિધા ભોગવે છે પરંતુ સાથે પૈસાની પણ બચત કરે છે. આવકનો મોટો હિસ્સો બચાવીને રાખે છે. બિનજરૂરી ખર્ચ ક્યારેય નથી કરતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.