એક સમય હતો જ્યારે ફિલ્મોનું સફળ થવું સરળ હતું કારણકે મનોરંજનનો એક જ સહારો હતો સીનેમાઘર, પણ હવે એવું નથી.
કાજોલ હંમેશા તેની વાત ખુલ્લીને લોકો સામે કહે છે.
એક સમય હતો જ્યારે ફિલ્મોનું સફળ થવું સરળ હતું
આજે ફેમસ થવાની ઘણી રીતો છે
બૉલીવુડની અભિનેત્રી કાજોલને બધા જાણે જ છે. કાજોલ તેના અભિનયની સાથે સાથે તેના ચુલબુલા અંદાજને કારણે પણ લોકો વચ્ચે જાણીતી છે. કાજોલ હંમેશા તેની વાત ખુલ્લીને લોકો સામે કહે છે. હાલ જ કાજોલે એક ઇંટરવ્યૂ આપ્યું હતું જેમાં તેને બૉલીવુડમાં ફિજિકલ અપિયરેન્સને લઈને તેની વાત લોકો સામે રાખી હતી. આ ઇંટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે ફિલ્મોમાં ફિજિકલ અપિયરેન્સ થી જ કરિયર બનાવવામઅ આવતું હતું પણ ઓટીટી એ બધુ બદલી નાખ્યું છે.
કાજોલએ કહ્યું કે ઓટીટીએ ઘણી અભિનેત્રીઓ માટે જેમ ચેન્જ સાબિત થયું છે. એક સમય હતો જ્યારે ફિલ્મોનું સફળ થવું સરળ હતું કારણકે મનોરંજનનો એક જ સહારો હતો સીનેમાઘર પણ હવે એવું નથી. અભિનેત્રીઓને એક્સ્પોજર કરવાનો મોકો મળે છે. આજે ઓટીટીને કારણે બધા લોકો પાસે કામ છે. સાથે જ ઘણા એવા કલાકારો છે જેને ઓટીટીએ જ સ્ટેજ આપ્યું અને ત્યાં એ લોકો તેનું ટેલેન્ટ બતાવી શક્યા છે.
હવે દરેક ટેલેન્ટ સ્ટાર બની રહ્યા છે ભલે તેનું ફિગર 24 36 જેવુ ન હોય. પણ લોકો તેના એક્ટિંગના દમ પર હવે નામ મેળવી રહ્યા છે. કાજોલ પોતે સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ નથી રહેતી. એ પર વાત કરતાં કાજોલએ કહ્યું કે પહેલા મશહૂર લોકો ફક્ત પડદા પર જ આવતા પણ હવે વસ્તુ બદલાઈ ગઈ છે. આજે ફેમસ થવાની ઘણી રીતો છે. ફેમ શબ્દ આજકાલ ઘણો કોમન થઈ ગયો છે.
કાજોલને નેટફલિકસની વેબ સિરિજ "લસ્ટ સ્ટોરી 2" માટે અપ્રોચ કરવામાં આવી છે. તેનો પહેલો પાર્ટ 2018માં આવ્યો હતો. હાલ તેનો બીજો પાર્ટ આવશે એવી ચર્ચા ચાલી રહી છે.