બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / people are praising the film kgf 2

જય હો / રિલીઝ થતાની સાથે જ KGF 2એ મચાવી ધમાલ, દર્શકોએ કહ્યું ફિલ્મ ફાયર હૈ

Khevna

Last Updated: 01:28 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ KGF 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે અને દર્શકો આ ફિલ્મનાં પેટભરીને વખાણ કરી રહ્યા છે.

  • ફિલ્મ KGF 2 આજે થઇ રિલીઝ 
  • દર્શકોનાં દિલ જીતી રહી છે આ ફિલ્મ 
  • લોકો કરી રહ્યા છે ત્રીજા પાર્ટની ડિમાન્ડ 

ફિલ્મ KGF 2 આજે થઇ રિલીઝ 

સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ KGF 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે અને હવે સોશિયલ મીડિયા પર લોકોએ ફિલ્મને લઈને પોતાના રિએક્શન આપવાનું પણ શરુ કરી દીધું છે. સાઉથની આ પેન ઇન્ડિયા ફિલ્મ KGF 2એ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગનાં માધ્યમથી જે રેકોર્ડ બનાવ્યો હતો, તે જોતા ફિલ્મ જસ્ટિફાઈડ સાબિત થઇ હોય તેવું લાગી રહ્યું છે. દર્શકો પેટભરીને આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. 

ડાયરેક્ટર પ્રશાંત નીલનાં નિર્દેશનમાં બનેલી KGF 2 પાવર પેક્ડ એક્શન મૂવી છે. આ ફિલ્મની ટીકીટોનું રિલીઝ પહેલા જ ઉંચી કિંમતો પર એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું હતું. હવે રિલીઝ બાદ દર્શકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાના રીવ્યૂ આપી રહ્યા છે. કોઈએ KGF 2ને ફાયર જણાવી તો કોઈએ યશ અને સંજય દત્તને કોમ્પ્લીમેન્ટ કર્યા છે. 

દર્શકોનાં રિએક્શન 
એક યૂઝરે 4.5 સ્ટાર આપતા કહ્યું કે યશની એન્ટ્રી ફાયર, હાઈ ઓક્ટેન એક્શન! જેટ સ્પીડ નરેશન! સંજય દત્તની એન્ટ્રી ફાયર, ક્લાઈમેક્સ, બધું જ. KGF 3 બનાવી શક્યા હોત, KGF 2માં ઘણી એવી વાતો છે જેને ઝડપથી બતાવવામાં આવી છે. એક અન્ય યૂઝર લખે છે કે તમારી અપેક્ષાઓ પ્રમાણે જીવે છે આ ફિલ્મ, રુંવાડા ઉભા થઇ જશે. પ્યારા બોક્સ ઓફિસ તમે ખતરામાં છો. KGF 3ની રાહ જોઈ રહ્યા છીએ હવે. 

બોક્સ ઓફિસ કલેક્શનનું અનુમાન 
અમુક લોકોએ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિષે પણ અનુમાનો લગાવ્યા છે. એક યૂઝર લખે છે કે KGF 2 આવનાર અઠવાડિયાઓમાં 1000 કરોડ વર્લ્ડવાઈડ ક્રોસ કરવાની ક્ષમતા ધરાવે છે. મેકર્સે KGF 3ની પણ હિંટ આપી છે. ત્રીજા પાર્ટની ડિમાન્ડ ખૂબ જ હાઈ રહેશે. એક અન્ય યૂઝર લખે છે કે હું નિશ્ચિત રૂપથી કહી શકું છુ કે રોકી ભાઈમાં બોક્સ ઓફિસ પર 1000 કરોડ ક્રોસ કરવાની ક્ષમતા છે. શું જબરદસ્ત મૂવી છે. 

ત્રીજા પાર્ટની ડિમાન્ડ 
KGF 2 માટે આ જ પ્રકારે ચારેય તરફ પોઝીટીવ કમેન્ટ્સ જોવા મળી રહી છે. ફિલ્મના એક્ટર યશનાં પણ ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ફિલ્મના પહેલા પાર્ટને પણ આ જ પ્રકારનું રિએક્શન મળ્યું હતું અને હવે દર્શકો ત્રીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ