બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / People are losing their lives due to salt risk of heart attack stroke and kidney diseases know how to take care

સાવધાન / નમકના કારણે જીવ ગુમાવી રહ્યા છે લોકો: હાર્ટ ઍટેક, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનો ખતરો, જાણો કઈ રીતે રાખશો ધ્યાન

Arohi

Last Updated: 11:46 AM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOએ એક રિપોર્ટ જાહેર કર્યો છે કે જરૂર કરતા વધારે મીઠુ લોકો માટે જીવલેણ થઈ શકે છે કારણ કે આ ઘણી ગંભીર બિમારીઓને આમંત્રણ આપી શકે છે. WHOએ જણાવ્યું કે ભોજનમાં કેટલું મીઠુ જરૂરે છે અને સોડિયમના વધારે સેવનથી કઈ કઈ મુશ્કેલીઓ થઈ શકે છે.

  • WHOએ જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ 
  • મીઠાના કારણે થઈ રહી છે આ બીમારીઓ  
  • WHOએ મીઠાને ગણાવ્યું સફેદ ઝેર

મીઠાને લઈને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મીઠુ વધારે ખાવાથી ઘણી બીમારીઓ આવી શકે છે. WHOનું લક્ષ્ય 2030 સુધી લોકોના ભોજનમાંથી 30 ટકા મીઠાને ઓછુ કરવાનું છે. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા જરૂરી પગલા ન લેવામાં આવ્યા તો 7 વર્ષમાં લગભગ 70 લાખ લોકો મીઠાના કારણે થતી બીમારીઓના કારણે જીવ ગુમાવી બેસશે. દર વર્ષે 14થી 20 માર્ચ સુધી વર્લ્ડ સોલ્ટ અવેરનેસ વીક ઉજવવામાં આવે છે. મીઠાના વિશે વાત કરવાનો આ યોગ્ય મોકો છે. 

આપડા શરીરને કેમ પડે છે મીઠાની જરૂર? 
મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બન્ને હોય છે. સોડિયમ વ્યક્તિને શરીરમાં પાણીનું યોગ્ય લેવલ બનાવવાથી લઈને ઓક્સીજન અને બીજા પોષક તત્વો દરેક ઓર્ગન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેના કારણે આપણી વેસ્કુલર હેલ્થ, નર્વ એટલે તંત્રિકામાં એનર્જી આવે છે. 

ઓછુ મીઠુ ખાવાથી પણ થઈ શકે છે નુકસાન? 
રિપોર્ટ અનુસાર ઓછુ મીઠુ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. લો બ્લડપ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ, કમજોરી અને ઉલ્ટી, બ્રેઈન અને હાર્ટમાં સોજા, સોજાના કારણે માથામાં દુખાવો, કોમા અને સીઝર્સથી એટેક પણ આવી શકે છે. બોડીના જે ઓર્ગનને જેટલું જરૂર છે તેટલુ લોહી નથી પહોંચી શકતું. એલડીએલ કોલેસ્ટ્રોલ 4.6% સુધી વધી જાય છે. 

વધારે મીઠુ ખાવાથી શું થયા છે? 
WHO અનુસાર દુનિયાભરમાં મોટાભાગના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠુ ખાય છે. જે તમના શરીરની જરૂરીયાતથી ઘણું વધારે છે. વધારે મીઠુ ખાવાથી વાળ ખરવા, કિડનીમાં સોજો, શરીરમાં વોટર રિટેંશન વધી જશે જે શરીરમાં પાણીને જમા કરીને રાખે છે. 

હાડકા નબળા થઈ જાય છે અને તેને ઓસ્ટિપોરોસિસની સમસ્યા થઈ શકે છે. હાર્ટ ડિઝિઝ, લકવા, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી ઘણી બિમારીઓ થઈ જાય છે. તરસ વધારે લાગે છે. ઘણી વખત ભોજન કરવાથી વધારે તરસ લાગે છે. એટલે કે તેમાં મીઠુ હાઈ વેલ્યુમમાં પડેલું હોય છે. 

એક દિવસમાં વ્યક્તિએ કેટલું મીઠુ ખાવું જોઈએ? 
એક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ એટલે ફક્ત એક ટી સ્પૂન મીઠુ ખાવું જોઈએ. તેને સરળતાથી સમજીએ તો જણાવી દઈએ કે તમારે દરેક ભોજનમાં એક નોની ચમચી મીઠુ ખાવું જોઈએ. એમ પણ યાદ રાખો કે તમારે 2.3 ગ્રામ સોડિયમ જ લેવું જોઈએ. જે આપણને 5 ગ્રામ મીઠામાં મળી જાય છે.   

સિંધાલુણ, બ્લેક મીઠુ અને સાદા મીઠામાં શું છે ફરક? 
મીઠુ ત્રણ પ્રકારનું હોય છે. સાદુ મીઠુ, સિંધાલુણ અને બ્લેક મીઠુ. 

સાદુ મીઠુ 
સાદુ મીઠુ સમુદ્ર અથવા ખારી ઝીલના પાણીથી તૈયાર કરવામાં આવે છે. તેને મશીનમાં સાફ કરવામાં આવે છે. 

કાળુ મીઠુ 
કાળુ મીઠુ બનાવવા માટે નમકીન પાણીમાં હરડના બીજ નાખીને ઉકાળવામાં આવે છે. ઉકાળ્યા બાદ પાણી તો વરાળ બની જાય છે. તેના બાદ જે મીઠુ રહી જાય છે તેનો રંગ કાળો રહી જાય છે. માટે તેને કાળુ મીઠુ કહેવામાં આવે છે. જ્યારે તેને પીસવામાં આવે છે ત્યારે તેનો પાઉડર ગુલાબી થઈ જાય છે. 

સિંધાલુણ 
સિંધાલુણ જમીનની વચ્ચે એક ચટ્ટાનની જેમ હોય છે. તે સંપૂર્ણ રીતે કુદરતી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Kidney diseases Stroke Who health tips salt heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ