બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વસ્ત્રાપુર તળાવ, પલ્લવ પ્રગતિ બ્રિજ..., જુઓ આ છે AMCના અધૂરા પ્રોજેક્ટ, જે અમદાવાદીઓ માટે બન્યા માથાના દુખાવા
Last Updated: 04:25 PM, 11 September 2024
અમદાવાદ મહાનગરપાલિકાના અધૂરા પ્રોજેક્ટ નાગરિકો માટે માથાનો દુખાવો સાબિત થયા છે. સમય મર્યાદા પૂર્ણ થઇ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. વસ્ત્રાપુર તળાવ પ્રોજેક્ટ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરવાનો હતો જે નથી થયો. ફેબ્રુઆરી મહિનાથી તળાવ નાગરિકો માટે બંધ કરી દેવાયો છે. પલ્લવ પ્રગતિ નાગર બ્રિજ 104 કરોડના ખર્ચે બની રહ્યો છે.
ADVERTISEMENT
શા માટે સમયસર નથી થતા કામ?
ADVERTISEMENT
કોન્ટ્રાકટર દ્વારા બ્રિજની કામગીરી જૂન 2023માં પૂર્ણ કરવાની હતી જે હજુ સુધી પૂર્ણ નથી થઇ જેના કારણે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. બ્રિજની કામગીરી પુરી ન થતા ટ્રાફિકની સમસ્યા વધી છે. વાડજ સ્મશાનગૃહ પ્રોજેક્ટ પણ પૂર્ણ થયો નથી. 13 કરોડના ખર્ચે સ્મશાન ગૃહનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું તેનું કામ નવેમ્બર 2022માં પૂર્ણ કરવાનું હતું જે થયું નથી. ચાંદલોડિયા મલ્ટીલેવલ પાર્કિંગનું કામ જૂન 2023માં પૂર્ણ કરવાનું હતું તે કામ પણ પૂર્ણ થયું નથી. કરોડો રૂપિયા કોન્ટ્રાકટરો ને અપાય છે પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી.
આ પણ વાંચો: 10-10 દિવસ થયા, છતાંય નવા પ્રોપર્ટી કાર્ડ નથી નીકળી રહ્યાં, અટવાયા દસ્તાવેજ સહિતના કામ
જનતાનો શું વાક?
અમદાવાદ મહાનગરપાલિકાના વાંકે જનતા પરેશાન થઈ રહી છે. AMCના અધૂરા પ્રોજેક્ટો માથાના દુખાવા સમાન બની રહ્યાં છે. જનતાની તકલીફો જાણે અધિકારીઓને દેખાતી ન હોય તેમ આટલા સમય સુધી કામગીરી ન થતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સાવલ એ છે કે, શા માટે પ્રોજેક્ટો અધૂરા છોડી દેવામાં આવે છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT