People angry against Aamir Khan on social media, find out why this happened?
વિવાદ /
સોશિયલ મીડિયા પર આમિર ખાન વિરુદ્ધ ભડક્યા લોકો, જાણો શા માટે થયું આવું?
Team VTV08:59 PM, 16 Aug 20
| Updated: 09:00 PM, 16 Aug 20
ફિલ્મ અભિનેતા આમિર ખાનની તુર્કીની પ્રથમ મહિલા એમીન એર્દોગન સાથેની મુલાકાત વિવાદોનું કારણ બની છે, સોશિયલ મીડિયા પર લોકો આમિર ખાનને ઘણી ખરી ખોટી સાંભળવી રહ્યા છે. જો કે તુર્કી એ દેશ છે જે વિશ્વ ફલક પર હમેશા ભારત વિરોધી અને પાક સમર્થક રહ્યું છે, જેને લઈને લોકો આમિર પર ગુસ્સે ભરાયા છે.
આગમી ફિલ્મની શૂટિંગ માટે આમિર ખાન પહોંચ્યા તુર્કી
તુર્કીની પ્રથમ મહિલા એમીન એર્દોગન સાથે મુલાકાત બાદ વિવાદ
ભારત વિરુદ્ધ હમેશા પાકિસ્તાનનો સાથ આપતું રહ્યું છે તુર્કી
આમિર ખાન હાલમાં પોતાના આગામી ફિલ્મ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ માટે તુર્કીમાં હાજર છે, ત્યારે આજે તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના પત્ની એમીન એર્દોગન સાથે મુલાકાત કરી હતી, સૂત્રોના અનુસાર જાણવા મળ્યું હતું કે આ એક સૌજન્ય મુલાકાત હતી. આ મુલાકાત વિવાદોનું કારણ બની છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન
તુર્કી છે પાકિસ્તાન સમર્થક
તુર્કીના હાલના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ભારત વિરોધી મત ધરાવે છે, તેઓ હમેશા ભારતનો વિરોધ જ કરતાં નજરે પડે છે. કાશ્મીર મુદ્દે પણ તેમનું પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન કોઈનાથી અજાણ્યું નથી. ભારતે જ્યારે કાશ્મીરમાંથી ધારા 370 હટાવી હતી, ત્યારે પણ પાકિસ્તાનને તુર્કીએ યુનોમાં ખુલ્લુ સમર્થન આપ્યું હતું અને ભારતનો વિરોધ કર્યો હતો. તુર્કીએ તો યુનોને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની પણ માગણી કરી હતી.
તુર્કીનું T 129 અટેક હેલિકોપ્ટર
તુર્કી છે પાકિસ્તાન માટે હથિયારોનું સપ્લાયર
તુર્કી ભારત વિરુદ્ધ પાકિસ્તાનને ઘણા હથિયારો પૂરા પડતું આવ્યું છે. તાજેતરમાં જ ભારતે પોતાના બનાવેલા જે સ્વદેશી LCH અટેક હેલિકોપ્ટરોને લદ્દાખમાં તૈનાત કર્યા, તેવા જ પ્રકારના હેલિકોપ્ટરોની પાકિસ્તાનને પણ વર્ષોથી જરૂર છે, ત્યારે તુર્કી તેને પોતાના બનાવેલ T129 અટેક હેલિકોપ્ટરો વેચવાનું હતું, જે હેલીકોપ્ટરમાં એન્જિન અમેરિકાનું લાગવાનું હતું જેના લીધે તેની સપ્લાય રૂંધાણી હતી, પણ તાજેતરમાં જ પાકિસ્તાનને રાહત આપતા તુર્કીએ તે હેલિકોપ્ટર્સમાં પોતાનું સ્વદેશી એન્જિન લગાવીને પાકિસ્તાનને વેચવાણી ઓફર કરી છે, અને આ માટે તે અમેરિકા સાથેના સંબંધો પણ દાવ પર લગાવી ચૂક્યું છે. કેમ કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનને હથિયારો વેચવાની વિરુદ્ધમાં છે. તુર્કી એ સાથે જ પાકિસ્તાનને અન્ય કેટલાક હથિયારો જેવા કે અધ્યતન ટેન્કસ વગેરેની ઓફર પણ કરી ચૂક્યું છે.
ભારત પોતે પણ તુર્કીને યોગ્ય જવાબ વાળવા માટે ભારતીય કંપનીઓના ટેન્ડર્સમાંથી તુર્કીને બાકાત કરવાના નિર્ણયો લઇ ચુક્યું છે. જે બાદ ઘણા સરકારી કે બિન સરકારી પ્રોજેક્ટ્સમાંથી તુર્કીની કંપનીઓની હકાલ પટ્ટી કરી નાખવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે આકરી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર ભારત વિરોધી દેશની પ્રથમ મહિલાને મળવા પર આમિર ખાનથી લોકો ખાસ્સા નારાજ થઈ ગયા છે. પહેલાથી જ સુશાંત સિંહના કેસમાં અને નેપોટિઝ્મના કારણે બોલિવૂડના ત્રણેય ખાનથી લોકો વિમુખ થયા હતા, એમાં આમીર ખાનની આ પ્રકારની હરકતને લઈને લોકો ખાસ્સા રોષે ભરાયા છે.