pension system give your wife guaranteed income every month by modi government scheme
આવક /
મોદી સરકારની આ સ્કીમમાં પત્નીના નામે ખોલાવો ખાતું, દર મહિને મળશે આટલા રૂપિયા
Team VTV01:14 PM, 20 Aug 20
| Updated: 01:17 PM, 20 Aug 20
જો તમારા પરિવારમાં તમે એકલા કમાવનાર છો અને તમારી પત્ની હોમ મેકર છે તો આવક અને ખર્ચાઓને લઈને ચિંતા રહેતી હોય છે. જેથી હવે આ ચિંતાને તમે મોદી સરકારની આ સ્કીમમાં પૈસા લગાવીને ખતમ કરી શકો છો. સાથે જ તમે તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો, જેથી તમારી ગેરહાજરીમાં તેમની પાસે રેગ્યુલર ઈન્કમ આવતી રહે. તેના માટે તમે મોદી સરકારની નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો.
પૈસાની ચિંતા રહેતી હોય તો મોદી સરકારની આ સ્કીમ વિશે જાણો
મોદી સરકારની આ સ્કીમમાં પૈસા લગાવી પત્નીને બનાવો આત્મનિર્ભર
મોદી સરકારની નેશનલ પેન્શન સ્કીમમાં કરો રોકાણ
પત્નીના નામે ન્યૂય પેન્શન સિસ્ટમ (એનપીએસ) ખાતું ખોલાવી શકો છો. એનપીએસ ખાતુ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂરી થવા પર લમસમ રકમ આપશે. સાથે જ દર મહિને પેન્શન તરીકે પણ ઈન્કમ ચાલુ રહેશે. એનપીએસ ખાતાની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે, તમારી પત્નીને દર મહિને કેટલી પેન્શન મળશે. સાથે જ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે કોઈના પર પણ નિર્ભર રહેવું નહીં પડે.
આ રીતે કરો રોકાણ
તમે એનપીએસમાં તમારી સુવિધા પ્રમાણે દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરાવી શકો છો. તમે 1000 રૂપિયાથી પણ પત્નીના નામે એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરમાં એનપીએસ ખાતુ મેચ્યોર થઈ જાય છે. નવા નિયમો હેઠળ તમે તમારી તમારી પત્નીની 65 વર્ષની ઉમર સુધી પણ આ ખાતુ ચાલુ રાખી શકો છો.
કોણ આ સ્કીમમાં જોડાઈ શકે છે
એનપીએસમાં 18થી 60 વર્ષની ઉંમરની વચ્ચેના કોઈપણ નોકરિયાત લોકો જોડાઈ શકે છે. એનપીએસમાં બે પ્રકારના ખાતા હોય છે. Tier-I અને Tier-II. Tier-I એક રિટાયરમેન્ટ ખાતું હોય છે, જે દરેક સરકારી કર્મચારીઓએ ફરજિયાત ખોલાવવું પડે છે. જ્યારે Tier-II એક વોલેન્ટરી ખાતુ હોય છે. જેમાં કોઈપણ નોકરિયાત વ્યક્તિ રોકાણ કરી શકે છે અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે.
કઈ રીતે મળશે મંથલી 60 હજાર રૂપિયા પેન્શન
જો તમે આ સ્કીમમાં 25 વર્ષી ઉંમરે જોડાવો છો તો 60 વર્ષની ઉંમર સુધી એટલે કે 35 વર્ષ સુધી તમને દર મહિને 5000 રૂપિયા સ્કીમમાં જમા કરાવવા પડશે. તમે આટલા વર્ષમાં કુલ 21 લાખ રૂપિયાનું રોકાણ કરશો. એનપીએસમાં કુલ રોકાણ પર અંદાજિત 8 ટકા રિટર્ન મળે તો કુલ કોર્પસ 1.15 કરોડ રૂપિયા થશે. જેમાંથી 80 ટકા રકમથી એન્યુટી ખરીદીએ છે તો તે વેલ્યૂ લગભગ 93 લાખ રૂપિયા થશે. લમ્પ સમ વેલ્યૂ પણ 23 લાખ રૂપિયા જેટલી થશે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 61 હજાર રૂપિયા પેન્શન મળશે. સાથે જ 23 લાખ રૂપિયાનું ફંડ પણ મળશે.