બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 PM, 21 July 2024
શેરમાર્કેટમાં છેલ્લા ગણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગયા સપ્તાહે માર્કેટમાં તેજી જોવા મળી હતી. માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના પગલે રોકાણકારોને જલસા પડી ગયા છે. કેટલાક શેરોના ભાવ આસમાને પહોંચતા રોકાણકારોને મોટો નફો થયો છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘણા પેની સ્ટોક્સ હતા જેમાં છેલ્લા પાંચ સત્રોમાં અદભૂત વૃદ્ધિ જોવા મળી હતી. આમાંથી એક શેર કમ્ફર્ટ ઇન્ટેક લિ.નો છે. ગયા શુક્રવારે કમ્ફર્ટ ઇન્ટેક લિમિટેડના શેરમાં 19% સુધીનો વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેર રૂ.11.95 પર પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
કમ્ફર્ટ ઇન્ટેક લિમિટેડ કંપનીનું માર્કેટ કેપ રૂ. 362.49 કરોડ છે. કંપનીના શેર છેલ્લા પાંચ સત્રોમાં 23% વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેરોએ રોકાણકારોને 154% સુધીનું વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 4 રૂપિયાથી વધીને હાલની કિંમત સુધી પહોંચી છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 1,998% વધ્યો છે. આ સમયગાળા દરમિયાન આ શેર 54 પૈસાથી વધીને વર્તમાન ભાવે પહોંચ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 12.28 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 4.25 છે.
તમને જણાવી દઈએ કે કમ્ફર્ટ ઈન્ટેક લિમિટેડ પંખા, કપડાં, વોટર હીટર અને મોનોબ્લોક પંપ તેમજ ઉપભોક્તા ઉપકરણો અને ટકાઉ સામાન, ઘરેલું ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ, કાપડ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તમને જણાવી દઈએ કે પેની સ્ટોકની કિંમત ઘણી ઓછી છે. ભારતીય શેરબજારમાં પેની સ્ટોકના ભાવ રૂ. 10થી નીચે જઈ શકે છે. આવી કંપનીઓની માર્કેટ કેપ પણ ઓછી છે.
વધુ વાંચો : કયું રિચાર્જ સસ્તું પડે? 200 રૂપિયામાં કોનો પ્લાન સૌથી બેસ્ટ, જાણશો તો ફાયદામાં રહેશો
તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટની ટેકનિકલ ખામીના પગલે વૈશ્વિક બજારોમાં વેચવાલીનો ટ્રેન્ડ અને સ્થાનિક સ્તરે ચાર દિવસના રેકોર્ડ ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ પરના ભારને કારણે શુક્રવારે બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 739 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ ખોટમાં હતો. ટ્રેડર્સે જણાવ્યું હતું કે દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ઘટાડાએ પણ બજારને નીચે લાવવામાં મદદ કરી છે. બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 738.81 પોઈન્ટ અથવા 0.91 ટકા ઘટીને 81,000 ની નીચે 80,604.65 પર બંધ થયો. જોકે શરૂઆતના વેપારમાં તે 81,587.76ની તેની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, તે પ્રોફિટ-બુકિંગના દબાણ હેઠળ આવી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.