બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અરુણાચલમાં પેમા ખાંડુ પર ભરોસો કાયમ, મુખ્યમંત્રી તરીકે રિપિટ, પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી

ઈટાનગર / અરુણાચલમાં પેમા ખાંડુ પર ભરોસો કાયમ, મુખ્યમંત્રી તરીકે રિપિટ, પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી

Last Updated: 06:16 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરાયું છે. સીએમ તરીકે પેમા ખાંડુને રિપિટ કરાયાં છે.

ઓડિશા બાદ ભાજપે અરુણાચલ સીએમનું નામ પણ જાહેર કર્યું છે. ભાજપે સીએમ તરીકે પેમા ખાંડુને રિપિટ કર્યાં છે. રાજધાની ઈટાનગરમાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમને દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. પેમા ખાંડુ ગુરુવારે સવારે સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ પેમા ખાંડુ રાજ્યપાલ કેટી પરનાયક પાસે જઈને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

ભાજપની ઐતિહાસિક જીતના પ્રહરી છે પેમા ખાંડુ

ભાજપને ઐતિહાસિક જીત અપાવવામાં સૌથી મોટો ફાળો પેમા ખાંડુનો છે, તેમની લીડરશીપમાં જ ભાજપને રાજ્યમાં ત્રીજી વાર જીત મળી છે. ભાજપે તેમના પર ભરોસો કાયમ રાખતાં તેમને ફરી સીએમ તરીકે રિપિટ કર્યાં છે.

તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા

પેમા ખાંડુએ તાજેતરની વિધાનાસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે. તેઓ સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. ભાજપે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે.

વધુ વાંચો : VIDEO : ભાવુક ચંદ્રબાબુ નાયડુ ઘણી વાર સુધી PM મોદીને ગળે વળગી રહ્યાં, અદ્દભુત વીડિયો

ભાજપને મળી છે 46 બેઠકો

અરુણાચલ પ્રદેશમાં ભાજપે સતત ત્રીજી વાર સત્તામાં વાપસી કરી છે. આ વખતે ભાજપે અરુણાચલની 60 વિધાનસભા બેઠકોમાંથી 46 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Arunachal CM Pema Khandu Arunachal Pradesh CM CM Pema Khandu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ