છેલ્લા એક વર્ષથી ચર્ચામાં રહેલા કથિત સ્પાઈવેર પેગાસસ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
પેગાસસ સ્પાઈવેર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
તપાસને ઝડપી બનાવવા માટે આદેશ અપાયા
મેના અંત સુધીમાં તપાસ થઈ જશે પુરી
છેલ્લા એક વર્ષથી ચર્ચામાં રહેલા કથિત સ્પાઈવેર પેગાસસ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે શુકર્વારે સુનાવણી દરમિયાન ટેકનિક સમિતિની માગ બાદ સમયને ચાર અઠવાડીયા લંબાવી દીધો છે. જો કે, કોર્ટ તરફથી ટેકનિક સમિતિને તપાસમાં તપાસમાં ઝડપ લાવવા માટે કહેવામા આવ્યું છે. અંતિમ રિપોર્ટ 20 જૂન સુધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવાની આશા છે. જ્યારે જૂલાઈમાં આ મામલાની આગામી સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં દેખરેખ સમિતિની ટેકનિક સમિતિની ભલામણમાં ઓછામાં ઓછા 15 દિવસની જરૂર પડશે. અંતિમ રિપોર્ટ 20 જૂન સુધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવાની આશા છે. સાથે જ સુપ્રીમ કોર્ટની પેનલની માગ અનુસાર સમય વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ તરફથી ટેકનિક સમિતિને તપાસમાં ઝડપ કરવા માટે કહેવામાં આવ્યું છે.
29 મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે ટેકનિક સમિતિ
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું છે કે, પેગાસસ સ્પાઈવેરને લઈને 29 મોબાઈલ ફોનની તપાસ ચાલી રહી છે અને અમુક લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. પેગાસસ સ્પાઈવેરની તપાસને લઈને કોર્ટે કહ્યું કે, પ્રભાવિત ઉપકરણોની તપાસ માટે માપદંડ સંચાલન પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવશે.
સમિતિની તપા મેના અંત સુધીમાં પુરી થવાની શક્યતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, ટેકનિક સમિતિ સ્પાઈવેર માટે પ્રભાવિત મોબાઈલ નંબરની તપાસ કરી રહ્યું છે અને તેમણે અમુક પત્રકારોના નિવેદન પણ નોંધ્યા છે. બેંચે કહ્યું કે, પ્રભાવિત ઉપકરણોની તપાસ માટે માપદંડ સંચાલન પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવશે.