બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / peeing after intercourse necessary know does it stop pregnancy

હેલ્થ / સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બાદ આ કામ કરવાથી બચી શકાય છે UTI જેવી ગંભીર બીમારીથી, સમજો વૈજ્ઞાનિક કારણ

Arohi

Last Updated: 12:42 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેક્સુઅલ ઈન્ટરકોર્સ બાદ પોતાની ઈન્ટીમેન્ટ હાઈજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પુરૂષોથી અલગ શારીરિક બનાવટના કારણે મહિલાઓમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનો ખતરો ખૂબ વધારે હોય છે.

  • સેક્સ બાદ યુરિન પાસ કરવું ફાયદાકારક 
  • યુટીઆઈથી બચવા માટે ઠોસ ઉપાય નથી 
  • પરંતુ જાણો તેના વિશે વિગતે 

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે સેક્સ બાદ યુરિન પાસ કરવું ખૂબ જ જરૂરી છે. લોકોનું માનવું છે કે સેક્સુઅલ ઈન્ટરકોર્સ બાદ યુરિન પાસ કરવાથી બઘા બેક્ટેરિયા શરીરમાંથી બહાર જતા રહે છે. જેનાથી યુટીઆઈ (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન)થી બચી શકાય છે. પરંતુ શું હકીકતમાં સેક્સ બાદ યુરિન પાસ કરવું જરૂરી હોય છે અને શું તેનાથી UTIથી બચી શકાય છે? આવો જાણીએ તેના વિશે...

સેક્સ બાદ યુરિન પાસ કરવું હકીકતે જરૂરી? 
સેક્સ બાદ યુરિન પાસ કરવું જરૂરી નથી પરંતુ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સેક્સ બાદ યુરિન પાસ કરવાથી તમે UTIથી ઘણી હદ સુધી બચી શકો છો. યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે મૂત્રનળીથી થતા બેક્ટેરીયા તમારા બ્લેડરમાં જતા રહે છે. મહિલાઓમાં પુરૂષોના મુકાબલે યુરેથ્રા ખૂબ જ નાની હોય છે જેના કારણે બેક્ટેરિયા સરળતાથી બ્લેડરમાં જતા રહે છે. 

સેક્સ બાદ યુરિન પાસ કરવાથી બધા બેક્ટેરિયા શરીરની બહાર નિકળી જાય છે. જોકે યુટીઆઈથી બચવા માટે આ કોઈ ફૂલપ્રૂફ ઉપાય નથી. 

શું બધા માટે સેક્સ બાદ યુરિન પાસ કરવું જરૂરી? 
સેક્સ બાદ યુરિન પાસ કરવું કોઈ ખરાબ આઈડિયા નથી. એવા ઘણા લોકો છે જેમને સેક્સ બાદ યુરિન પાસ કરવાની ખૂબ જ ફાયદો મળ્યો છે. 

એવામાં જો તમે એક મહિલા છો અને તમને યુટીઆઈ થવાનો ખતરો ખૂબ વધારે છે તો ઈન્ટરકોર્સ બાદ યુરિન પાસ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

જો તમારે યુરિન ઈન્ફેક્શન થવાનો ખતરો નથી તો પણ સેક્સની બાદ યુરિન પાસ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત નહીં થાય.  

પરંતુ પુરૂષોને સેક્સ બાદ યુરિન પાસ કરવાથી કોઈ ફાયદો નથી મળી શકતો. એવું એટલા માટે થાય છે કારણ કે પુરૂષોમાં મુત્રનળી ખૂબ જ લાંબી હોય છે જેના કારણે યુરિન ઈન્ફેક્શન હોવાનો ખતરો પણ ના ના બરાબર હોય છે. 

સેક્સ બાદ કેટલા સમય બાદ યૂરિન પાસ કરવું જરૂરી 
આદર્શ રૂપથી ઈન્ટરકોર્સ બાદ 30 મિનિટની અંદર તમારે યુરિન જરૂર પાસ કરવુ જોઈએ. તેનાથી યુટીઆઈના ખતરાથી બચી શકાય છે. 

શું તેનાથી પ્રેગ્નેન્સીને રોકી શકાય છે? 
જો તને એવું વિચારી રહ્યા છો કે સેક્સ બાદ યુરિન પાસ કરવાથી પ્રેગ્નેન્સીને રોકી શકાય છે તો તમે ખોટુ વિચારી રહ્યા છે. વજાઈના અને યુરેથ્રા બિલકુલ અલગ હોય છે. યુરિન યુરેથ્રાથી બહાર આવે છે. એવામાં યુરેથ્રાથી યુરિન રિલિઝ થવા પર તેનાથી વજાઈના પર કોઈ ફરક નથી પડતો. શારીરિક સંબંધ વખતે જ્યારે એક લખત સીમન વજાઈનામાં જતુ રહે છે તો તે પરત બહાર નથી આવી શકતું. વજાઈનામાં જતા જ સ્પર્મ એગ્સને ફર્ટિલાઈઝ કરવાનું કામ શરૂ કરી દે છે. 

જો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો....
જો તને પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો ઘણા મેડિકલ એક્સપર્ટ્સ સલાહ આપે છે કે ઈન્ટરકોર્સની થોડી મિનિટો સુધી ઉભા ન થવું જોઈએ. થોડા ટાઈમ માટે સુઈ રહેવાથી સ્પર્મ સરળતાથી ગર્ભાશયમાં જતા રહે છે.

જોકે ધણા લોકો માને છે કે આમ કરવાથી કોઈ ફરક નથી પડતો. જો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો ઈન્ટરકોર્સના તરત બાદ યુરિન પાસ કરવાથી તમારી પ્રેગ્નેન્સી પર કોઈ ફરક નહી પડે. પરંતુ જો તમે થોડુ રોકાવવા માંગો છો તો 5 મિનિટ માટે સુઈ રહો. પછી જઈને યુરિન પાસ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

UTI intercourse peeing pregnancy  સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ intercourse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ