બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જય શાહના ICC અધ્યક્ષ બનવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કોઈ તકલીફ છે? PCB ચીફે આપ્યો જવાબ

સ્પોર્ટ્સ / જય શાહના ICC અધ્યક્ષ બનવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કોઈ તકલીફ છે? PCB ચીફે આપ્યો જવાબ

Last Updated: 12:56 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સેક્રેટરી જય શાહ ગયા મહિનાના અંતમાં ICCના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1 ડિસેમ્બર 2024ના રોજ તેમનું પદ સંભાળશે. જય શાહને ICCના અધ્યક્ષ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહની ગત મહિનાના અંતમાં આઈસીસીના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેઓ 1 ડિસેમ્બર 2024થી પોતાનું પદ સંભાળશે. જય શાહને ICCના અધ્યક્ષ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેમના વિશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ શાહના આઈસીસી ચેરમેન બનવા અને એશિયાઈ ક્રિકેટ પરિષદની આગામી બેઠક વિશે ખુલીને વાત કરી છે.

મોહસિન નકલીએ શું કહ્યું

નકવીએ જણાવ્યું કે, જય શાહ ચેરમેન બનતા હવે કોઈ ચિંતા નથી. નકવીએ જણાવ્યું કે, અમે જય શાહના સંપર્કમાં છીએ. તેઓ આઈસીસીના ચેરમેન બન્યા તેના પછી કોઈ ચિંતા નથી. એસીસી બેઠક 8 અને 9 સપ્ટેમ્બરે છે. નકવીએ જણાવ્યું કે, તેઓ આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે. તેમને વધુમાં કહ્યું, બેઠકમાં હું સામેલ નહીં થઈ શકું. સલમાન નાસિરે તેમાં ભાગ લેશે. બેઠકમાં નવા અધ્યક્ષ સાથે સંબંધિત બાબતોને આખરી ઓપ આપવામાં આવશે.

Tech Tip: ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ, મુશ્કેલીમાં જીવ બચાવશે

જય શાહે ઈતિહાસ રચ્યો

જય શાહ ICCનું નેતૃત્વ કરનાર સૌથી યુવા વ્યક્તિ છે. તેઓ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર જેવા ભારતીયો સાથે જોડાય છે જેમણે ભૂતકાળમાં ICCનું નેતૃત્વ કર્યું છે. પાકિસ્તાન આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. આ મોટા ઈવેન્ટ માટે કરાચીના નેશનલ સ્ટેડિયમ, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

વધુ વાંચોઃ- વિરાટ કોહલીની એક વર્ષમાં 847 કરોડની કમાણી, તોય આવકના મામલે આ લિસ્ટમાં છેક 9માં નંબરે

પાકિસ્તાનની હાલત ખરાબ છે

આયોજન પહેલા પાકિસ્તાન પોતાનું ફોર્મ હાસિલ કરવા અને સકારાત્મક પરિણામ આપવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનના ટેસ્ટ હેડ કોચ તરીકે જેસન ગિલેસ્પી પહેલા અસાઈનમેન્ટમાં ફેલ રહ્યા છે. શાન મસૂદની આગેવાનીમાં તેમની ટિમ બાંગ્લાદેશની વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 0-2થી હારી ગઈ. હાર પછી પાકિસ્તાન આઈસીસી ટેસ્ટ રેકિંગમાં આઠમાં સ્થાન પર આવી હયું જે 1965 પછી આ ફોર્મેટમાં તેની સૌથી નીચી રેન્કિંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jay shah pcb chief mohsin naqvi BCCI Secretary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ