બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 10:52 AM, 11 October 2019
ADVERTISEMENT
તાજેતરમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ સેવિંગ અકાઉન્ટની જમા રાશિ પર કાતર ચલાવી છે. હવે પેટીએમ ચુકવણી બેંકે પણ પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એની અસર એ ગ્રાહકો પર પડશે જેમને પેટીએમ ચુકવણી બેંકમાં સેવિંગ અકાઉન્ટ છે.
ADVERTISEMENT
વાસ્તવમાં Paytm ચુકવણી બેંકના સેવિંગ અકાઉન્ટ પર વ્યાજ દરમાં અડધા ટકા કાપ કરીને 3.5 ટકા કરી દીધો છે. Paytm બેંક તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટાડો 1 નવેમ્બરથી લાગુ થશે. આ સાથે જ Paytm ચુકવણી બેંકે પોતાના ગ્રાહકો માટે એફડીની પણ જાહેરાત કરી છે. એમાં ગ્રાહકોને પોતાની જમા પર PPBના ભાગીદાર બેંક દ્વારા 7.5 ટકાનું વ્યાજ મળશે.
બેંકના એમડી સતીશ કુમાર ગુપ્તાએ કહ્યું,
રિઝર્વ બેંકે તાજેતરમાં જ રેપો રેટનો 1/4 ટકા ઘટાડીને 5.15 ટકા કરી દીધો છે. છેલ્લા 12 મહિનામાં કેન્દ્રીય બેંક રેપો દરમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચુક્યું છે. આ કારણથી આવું પગલું ભરવામાં આવ્યું છે.'
આ ઉપરાંત પેટીએમ ચુકવણી બેંક નવેમ્બરની શરૂમાં માંગ પર એફડી શરૂ કરવા જઇ રહ્યું છે. એમાં બચત ખાતાધારક ભાગીદાર બેંક દ્વારા એફડી ખાતું બનાવી શકે છે. એમાં રોકાણની કોઇ સીમા નથી.
બેંકના એમડી સતીશ ગુપ્તા પ્રમાણે માંગ પર FD હેઠળ આપણા ગ્રાહક એક રૂપિયામાં પણ FD ખાતા ખોલી શકો છો. એમને એફડી પર 7.5 ટકા વ્યાજ મળશે. તેઓ કોઇ પણ સમયે એફડીથી પૂરી રકમ કોઇ ફી વગર નિકાળી શકે છે.
જણાવી દઇએ કે તાજેતરમાં એસબીઆઇએ પણ સેવિંગ અકાઉન્ટમાં જમા રાશિના વ્યાજ દર ઓછા કરી દીધા છે. એસબીઆઇ સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનાર લોકોને 3.25 ટકાના હિસાબથી વ્યાજ મળશે.
અત્યાર સુધી આ રકમ પર 3.50 ટકાના હિસાબથી બેંકના ગ્રાહકોનું વ્યાજ મળતું હતું. એટલે કે હવે બેંકના ગ્રાહકોને 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. એસબીઆઇનો આ નિયમ 1 નવેમ્બરથી લાગૂ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.