બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AC ખરીદતા પહેલા આ ત્રણ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે પૈસા
Last Updated: 09:23 PM, 24 May 2024
જો તમે આ ભીષણ ગરમીમાં AC ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો AC ખરીદતી વખતે કેટલીક જરૂરી બાબતો ધ્યાને નથી લેતા તેના કારણે હજારો રૂપિયાનું નુકશાન થઇ જાય છે. આજે અમે તમને ઓનલાઇન AC ખરીદવાની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જે બાબતો તમારે ખરીદતા પહેલા જાણવી જરૂરી છે.
ADVERTISEMENT
મેન્યુફેક્ચર ડેટ
ADVERTISEMENT
જ્યારે તમે AC ખરીદવાનું વિચારો છો તો તમારે તે વાત સૌ પ્રથમ જાણવી જોઈએ કે તમે જે AC ખરીદી રહ્યા છો તે કયા વર્ષમાં બન્યું છે. નહીં તો તમને મોટું નુકશાન થઇ શકે છે. જો તમે જૂનું AC ખરીદો છો તો તમે કેટલાક ફિચરથી વંચિત રહી શકો છો કેમ કે કંપની દરવર્ષે કઈક ને કઈક બદલાવ કરે છે.
કૂલિંગ કેપેસિટી
AC ખરીદતા પહેલા તેની કૂલિંગ કેપેસિટી વિશે જાણી લેવું જરૂરી છે. તમારા રૂમની સાઈઝ પ્રમાણેની કૂલિંગ કેપેસિટીવાળી AC લેવી જોઈએ. આમ તો નોર્મલી 500 વોટની ACની કૂલિંગ કેપેસિટી હોય છે. પરંતુ કેટલીક ACની કેપેસિટી ઓછી કે વધુ હોય છે. જેથી તમારી જરૂરિયાત મુજબની AC ખરીદવી જોઈએ.
વાંચવા જેવું: ગોધરામાં ટ્રિપલ અકસ્માત તો સુરતમાં રિક્ષા ચાલકે મહિલાને અડફેટે લીધી, ઘટનામાં 2 લોકોના મોત
ઈન્વર્ટર નોન ઈન્વર્ટર
જો તમે AC ખરીદવાનું વિચારો છો તો ACના ઈન્વર્ટર નોન ઈન્વર્ટર વિશે જાણકારી હોવી જોઈએ. આ સિવાય AC કઈ કંપનીનું છે કેટલી વીજળી યુઝ કરે છે તે અંગે પણ માહિતી હોવી જોઈએ. અત્યારે ઈન્વર્ટર AC આવી રહ્યા છે જે ઓછી વીજળી ખપત કરે છે. તો જૂના AC વધુ વીજળીની ખપત કરે છે. તેના કારણે બિલ પણ વધુ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.