બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pay and Park railway fly over bridge
vtvAdmin
Last Updated: 12:59 PM, 28 May 2019
જો કે આમાં સત્તાવાળાઓને કોન્ટ્રાક્ટરો તરફથી નહીંવત પ્રતિસાદ મળતાં હવે પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટને બદલે કમાણીમાં ભાગીદારીનો નવો અભિગમ અપનાવાયો છે. આની સાથે સાથે નિર્માણાધીન ઇન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ સહિત ચૌદ રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્ક બનાવવાની ક્વાયત આરંભાઇ છે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓના તંત્ર માલિકીના વિભિન્ન પ્લોટમાં હેતુફેર કરીને પે એન્ડ પાર્ક બનાવવાના પ્રયાસ નિષ્ફળ નિવડ્યા છે. હાઇકોર્ટની લાલ આંખને પગલે સત્તાધીશોએ પહેલાં રપ પે એન્ડ પાર્ક અને ત્યારબાદ ૪૮ પે એન્ડ પાર્ક નક્કી કરીને કુલ ૭૩ નવા પે એન્ડ પાર્કમાં કુલ ૩૮,૦૭ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ માત્ર અસલાલીની ઓફર તંત્રનાં ધારા ધોરણ મુજબ માન્ય થઇ હતી.
ADVERTISEMENT
ઓગસ્ટ-ર૦૧૮થી શહેરમાં વ્યાપકપણે હાથ ધરાયેલી રોડ પરનાં દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ મોડલ રોડ પર પે એન્ડ પાર્ક બનાવવાની પણ જાહેરાત કરાઇ હતી. જો કે આ જાહેરાત પોકળ નિવડી હતી. અત્યારે કોન્ટ્રાક્ટરના અભાવે અનેક પ્લોટમાં વાહનોનું યોગ્ય રીતે પાર્કિંગ થઇ શકતું ન હોઇ ૧૮ પે એન્ડ પાર્કમાં જે તે કોન્ટ્રાક્ટરની કમાણીમાં શેરિંગ કરવાનો નવો વિકલ્પ અપનાવાયો છે.
હવે તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનના ભાગરૂપે નિર્માણાધીન ઇન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ ઉપરાંત સોલા રેલવે ઓવરબ્રિજ, ગોતા રેલવે ઓવરબ્રિજ, હેલ્મેટ ફ્લાય ઓવરબ્રિજ સહિત કુલ ૧૪ રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરીને કુલ પ,૯૭૪ ટુ વ્હીલર અને ૬૭ર ફોર વ્હીલરની પાર્કિંગ ક્ષમતા કરાશે.
ADVERTISEMENT
એક વર્ષ માટે ટેન્ડર કમ હરાજીથી પે એન્ડ પાર્ક માટે વાસણા-પીરાણા-બ્રિજમાં વાસણા તરફના ભાગ માટે સૌથી ઓછી રૂ.૩૮,૦૦૦થી લઇ નિર્માણાધીન ઇન્કમટેક્સ બ્રિજમાં ગુજરાત વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ ચાર રસ્તા તરફ જતા ભાગ માટે સૌથી વધુ રૂ.રર.ર૮ લાખની અપસેટ વેલ્યુ નક્કી કરાઇ છે. ઇન્કમટેક્સ બ્રિજના આ ભાગની નીચે સૌથી વધુ ૧૧૭ ફોર વ્હીલર પાર્ક થઇ શકશે.
જ્યારે ઠક્કરબાપાનગર બ્રિજ, બાપુનગર ફ્લાઇ ઓવરબ્રિજ સીટીએમ બ્રિજમાં સીટીએમ ક્રોસિંગથી રામોલ તરફ જતા ભાગમાં ફોર વ્હીલર પાર્કિંગની સગવડ ઊભી કરાઇ નથી. પાર્કિંગ માટે જે વાહનચાલકોને મંથલી પાર્કિંગ પાસ જોઇતો હોય તો રોજના જે નિશ્ચિત સમય માટે પાર્કિંગ કરાય તેટલા સમય મુજબ જે ચાર્જ લાગે તે ચાર્જના સાઠ ટકા લઇને જે તે કોન્ટ્રાક્ટર મંથલી પાર્કિંગ પાસ કાઢી આપશે.
પે એન્ડ પાર્ક ક્યાં બનશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.