બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતના સુવાલી દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીને રોકવા પેટ્રોલિંગ, પોલીસનું ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન

તપાસ / સુરતના સુવાલી દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીને રોકવા પેટ્રોલિંગ, પોલીસનું ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન

Last Updated: 10:42 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સુવાલી દરિયાકાંઠે SOG, PCB અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાથે સ્થાનિક પોલીસનું પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં છાશવારે ડ્રગ્સ ઝડપાવાની ઘટના બને છે, ક્યારેક પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે, તો ક્યારેક દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે. જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ દરિયા કાંઠે રાજ્ય પોલીસને સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન માટે આદેશ આપ્યા છે. જેને લઈને તકેદારીના ભાગરૂપે સુરતના સુવાલી દરિયાકાંઠે સુરત એસઓજી, મરીન કમાન્ડોની ટીમ સાથે સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

SURAYT

રાજદીપસિંહ નકુમેનું નિવેદન

એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, પોલીસ કમિશ્નરના સૂચના અનુસાર થોડા દિવસ અગાઉ કચ્છ જખૌ તેમજ માંડવી બીચ- દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના પેકેટો મળી આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના પગલે સુરત શહેર નજીક આવેલ સુવાલી દરિયાકાઠે તપાસ હાથ ધરાઈ છે.

1200_628 Ad 2

આ પણ વાંચો: ગુજરાતના 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર

ડ્રગ્સ મળવાનો સિલસિલો

થોડા દિવસ અગાઉ ભુજના જખૌમાંથી ડ્રગ્સના 27 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. BSFએ 2 અલગ-અલગ જગ્યાએથી આ પેકેટ જપ્ત કર્યા હતા. જેમાં 17 પેકેટની અંદર 3 પીળા રંગની ટેબલેટ વાળા પેકેટ મળ્યા હતા. જે સિન્થેટીક ડ્રગ્સ હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભુજમાંથી ડ્રગ્સ ઝડપાવાની ઘટના બની હતી. છેલ્લા એક અઠવાડિયામાં BSFને દરિયાકિનારા તથા ક્રીક વિસ્તારમાંથી 129 ડ્રગ્સના પેકેટ મળ્યા હતાં.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Police Search Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ