patna opposition boycotts swearing in of nitish government will tejaswi yadav not be involved in ceremony
રાજકારણ /
વિપક્ષ દ્વારા નીતિશ સરકારના શપથ ગ્રહણનું બોયકોટ, સમારોહમાં તેજસ્વી નહીં રહે હાજર
Team VTV01:28 PM, 16 Nov 20
| Updated: 01:32 PM, 16 Nov 20
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સોમવારે નીતિશ કુમારની આગેવાનીમાં સરકાર બનવા જઈ રહી છે. રાજભવનમાં શાંજે 4.30 વાગે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર શપથ લેશે. પરંતું તેમના શપથ ગ્રહણમાં વિપક્ષના નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ હાજર નહીં રહે.
રાજ્યપાલ ફાગૂ ચૌહાણ શપથ લેવડાવશે
આરજેડી નેતાએ ભાજપ અને જદયૂ પર ચૂટણીમાં ગોટાળા કર્યાનો આરોપ લગાવ્યો
તેજસ્વી યાદવ શપથ ગ્રહણ સમારોહમાં સામિલ નહીં થાય
ઉલ્લેખનીય છે કે આરજેડી નેતાએ ભાજપ અને જદયૂ પર ચૂટણીમાં ગોટાળા કર્યાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષ સતત મતગણતરીમાં હેરાફેરીનો આરોપ લગાવી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે 130 સીટો પર મહાગઠબંધનમાં સામિલ દળોએ જીતી હતી. ન્યૂઝ એજનીસ એએનઆઈ દ્વારા મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સોમવારે પટનામાં થનારા શપથ ગ્રહણ સમારોહમાં સામિલ નહીં થાય.
Rashtriya Janata Dal leader Tejashwi Yadav will not attend the oath-taking ceremony of Bihar CM designate Nitish Kumar to be held in Patna today.
હકિકતમાં એનડીએમાં સૌથી મોટી પાર્ટી બીજેપેને 74 સીટો મળી છે. નીતિશ કુમારે જનતા દળ યૂનાઈડેટને 43 સીટો મળી છે. ત્યારે મહાગઠબંધનમાં રાજદને 75 સીટો મળી છે અને આ વખતે સદનમાં સૌથી મોટી પાર્ટી છે. તે મહાગઠબંધનના દળોમાં કોંગ્રેસના 19 અને વામ દળોની 16 સીટો પર જીત મળી હતી.
ઉલ્લેખનીય છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 2020માં જીત મળ્યા બાદ આજે એનડીએની નવી સરકારનું ગઠન થશે. જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત સહયોગી દળોના લગભગ 6 ધારાસભ્યોને રાજ્યપાલ ફાગૂ ચૌહાણ શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે.