patna couple spotted at gandhi maidan before valentine
વાયરલ /
VIDEO : ગાંધી મેદાનમાં શરમજનક હાલતમાં ઝડપાયું કપલ, લોકોએ કહ્યું- વેલેન્ટાઈન ડે શરુ થયો
Team VTV07:34 PM, 08 Feb 23
| Updated: 07:35 PM, 08 Feb 23
પટણાના વિખ્યાત ગાંધી મેદાનમાં વેલન્ટાઈન ડે પહેલા એક કપલનો કીસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પટણાના ગાંધી મેદાનમાં કપલનો વીડિયો વાયરલ
એકબીજાને કરી કીસ
ગળે મળ્યાં, એકબીજાની બાહુપાશમાં સમાયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
પ્રેમનો દિવસ વેલેન્ટાઈન નજીકમાં છે અને પ્રેમીઓ આ દિવસને વધાવી લેવા, મનાવવા બિલકુલ તૈયાર થઈને બેઠા છે અને વેલેન્ટાઈન ડેની એક ઝાંખી પણ સોશિયલ મીડિયામાં જોવા મળી છે.
ગાંધી મેદાનમાં ઈન્ટીમેટ થયું કપલ
બિહારના પટણામાં આવેલા ફેમસ ગાંધી મેદાનમાં એક કપલનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કપલ સાંજે ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ કપલ એકબીજાને ગળે લગાવે છે અને એકબીજાની બાહુપાશમાં પણ ફસાયુ હતું.
હવે આવા વીડિયો જોવા મળશે
વેલેન્ટાઈન દિવસ નજીક હોવાથી હવે આવા વીડિયો વધારે પ્રમાણમાં જોવા મળશે. વેલેન્ટાઈન દિવસે પ્રેમનો એકકાર સામાન્ય છે પરંતુ ખુલ્લામાં આવા દેખાડા અશોભનીય છે તેનાથી સમાજ પર એક મોટી અસર પડતી હોય છે.