patna city bold photoshoot of nift student and model aditi singh amid waterlogging in patna goes viral see pictures
VIRAL /
પૂરના પાણીમાં મરૂન ડ્રેસમાં ઉતરેલી જળપરીએ ઈન્ટરનેટ પર આગ લગાડી છે, કારણ ચોંકાવનારું
Team VTV10:27 PM, 01 Oct 19
| Updated: 11:53 PM, 01 Oct 19
જળમગ્ન બનેલા પટનામાં લોકો પરેશાન છે. આ સમસ્યાના નિવારણ માટે, એક વિદ્યાર્થીનીએ 'જરા હટકે' પદ્ધતિ અપનાવી. NIFT (પટણા)ની વિદ્યાર્થી અને મોડલ અદિતિ સિંહે વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈને તેના ફોટો શૂટ કર્યા અને સોશિયલ મીડિયા પર મૂકી દીધા. પૂરપ્રકોપની વચ્ચે આ જળપરીની તસવીરો વાયરલ થઈ ગઈ છે. હવે હાલમાં યુઝર્સ સોશ્યલ મીડિયામાં તેને કેટલાક બિરદાવી રહ્યા છે, તો કેટલાંક લોકો ટીકા કરે છે.
અદિતિએ પાણીથી ભરાયેલા રસ્તાઓ પર મરૂન કલરના વન પીસ ગાઉનમાં શૂટ કર્યું છે. તસવીરોમાં ફોકસ અદિતિ પર છે તથા બૅકગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો અને પડી ગયેલા ઝાડ, ફસાયેલા વાહનો, લોકો અને બીજું ઘણું બધું દેખાડવામાં આવ્યું છે.
ફોટોગ્રાફ્સની ટીકા કરનારાઓએ સવાલો ઉઠાવ્યા હતા કે આવા હાસ્યસ્પદ ફોટો પાણી ભરેલા પટણામાં કેમ લેવામાં આવ્યા?
ફોટોગ્રાફ્સ માટે ટીકા થઈ રહી છે ત્યારે અદિતિએ તેના જવાબમાં કહ્યું હતું કે તેમનો હેતુ લોકોની દુર્ઘટનાની મજાક ઉડાવવાનો નથી. અદિતિની આ તસવીરો ખેંચનારા ફોટોગ્રાફર સૌરભ અનુરાજે એમ પણ કહ્યું હતું કે આ ફોટોશૂટનો ઉદ્દેશ્ય લોકોનું ધ્યાન ભરાયેલાં પાણી તરફ કરવાનો હતો.
તેમણે કહ્યું કે આ દ્વારા એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પટનામાં બધે પાણી છે. આ મુદ્દે તંત્ર પણ ધ્યાને લે તેવો મુખ્ય હેતુ છે.