ભાજપે સ્ટાર પ્રચારકોના પ્રવાસ માટે ચાર્ટર્ડ વિમાન પર 24.07 કરોડ રુપિયા ખર્ચ થયો છે.
તમામ ઉમેદવારોને 15-15 લાખ આપવામાં આવ્યા
ચૂંટણી પંચે વિવરણ જારી કર્યુ
જાહેરખબર માટે 16 કરોડ રુપિયાથી વધારે ખર્ચ કર્યો
કેન્દ્રીય મુખ્યાલયના ખાતામાંથી લગભગ 26.7 કરોડ રુપિયા ખર્ચ કર્યા
ભાજપે વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના કેન્દ્રીય મુખ્યાલયના ખાતામાંથી લગભગ 26.7 કરોડ રુપિયા ખર્ચ કર્યા. જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ જેવા સ્ટાર પ્રચારકોના પ્રવાસ માટે ચાર્ટર્ડ વિમાન પર 24.07 કરોડ રુપિયા ખર્ચ થયો છે. ભારત તરફથી ઈલેક્શન કમિશનને સોંપવામાં આવેલા ખર્ચ સંબંધી એક નિવેદન મુજબ પાર્ટીના બિહાર યુનિટે ચૂંટણી દરમિયાન કુલ 28 કરોડ ખ્ચ કર્યો. જ્યારે આશા છે કે નાણા સહાયતા રુપથી તેમણે 16.5 કરોડનો ખર્ચ કર્યો છે.
તમામ ઉમેદવારોને 15-15 લાખ આપવામાં આવ્યા
આ મુજબ પાર્ટી તરફથી તમામ ઉમેદવારોને 15-15 લાખ આપવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાતથી લઈને તેના પૂરા થવા સુધી પાર્ટીના કેન્દ્રીય મુખ્યાલય અને રાજ્ય એકમો દ્વારા કરવામાં આવેલો ખર્ચ લગભગ 71.73 કરોડ બેસ્યો છે. જ્યારે આ સમય દરમિયાન કુલ પાવતી લગભગ 35.83 કરોડ રહી. ચૂંટણીની જાહેરાત પૂર્વ પાર્ટીના કેન્દ્રીય મુખ્યાલય અને રાજ્ય એકમોના ખાતામાં સંચયી પ્રારંભિક જમા રકમ 2376.90 કરોડ રુપિયા હતી અને ચૂંટણી બાદ બચેલી જમા રકમ 2279.96 કરોડ રુપિયા હતા.
ચૂંટણી પંચે વિવરણ જારી કર્યુ
પાર્ટીના ખર્ચ પર આ વિવરણ માર્ચ મહિનામાં જમા કર્યુ હતુ. જેમાં આયોગે શુક્રવારે સાર્વજનિક કર્યુ, ભાજપના રાજ્ય એકમે સુશીલ કુમાર મોદી, દેવેન્દ્ર ફડણવીસ અને શાહનવાજ હુસૈન જૈવા સ્ટાર પ્રચારકો માટે વિમાન અને ટેક્સનીના ઉપયોગ માટે 1.5 કરોડ રુપિયા ખર્ચ કર્યા. અન્ય નેતાઓની ટ્રેન તથા ટેક્સી પ્રવાસીઓ પર 45.6 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા.
જાહેરખબર માટે 16 કરોડ રુપિયાથી વધારે ખર્ચ કર્યો
બિહાર એકમે મીડિયાના વિભિન્ન માઘ્યમોમાં જાહેરખબર માટે 16 કરોડ રુપિયાથી વધારે ખર્ચ કર્યો. જેમાં ગૂગલ ઈન્ડિયાને આપવામાં આવ્યા. 1.59 કરોડ રુપિયા સામેલ છે. આયોગ દ્વારા નિર્ધારિત મર્યાદા મુજબ બિહાર જેવા રાજ્યોમાં કોઈ ઉમેદવાર 30.8 લાખ રુપિયા વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ કરી શકે. જ્યારે કોઈ રાજનીતિક દળ દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ મર્યાદા નક્કી નથી.