વડોદરા કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલ હજુ સુધી શરૂ કરવામાં ન આવતા ત્યાં રહેલી સાધન સામગ્રીઓ તેમજ અધતન નવીન મશીનરી ધૂળ ખાઈ રહી છે.
વડોદરા કોર્પોરેશને ચાર ઝોનમાં બનાવ્યા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
ઓક્ટોબર મહિનામાં શરૂ કર્યા પરંતુ સુવિધાનો આભાવ
24 કલાક સારવાર મળે તે માટે બનાવ્યા છે અર્બન હેલ્થ સેન્ટર
વડોદરા કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા અટલાદર વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જે અર્બન હેલ્થ સેન્ટર હજુ સુધી શરૂ કરવામાં ન આવતા ત્યાં રહેલી સાધન સામગ્રીઓ તેમજ અધતન નવીન મશીનરી ધૂળ ખાઈ રહી છે. તેમજ જો આ અર્બન હેલ્થ સેન્ટર જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો આજુબાજુનાં રહીશોને અન્યત્ર હોસ્પિટલમાં મોંઘી ફી ચૂકવીને તેમના રોગનું નિદાન કરાવવા ન જવું પડે. ઓક્ટોમ્બર મહિનામાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરયા બાદ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને સ્ટાફ ફાળવ્યો પરંતું હજુ સુધી સાધનો શરૂ થયા નથી.
સાધનો તો આવી ગયા પણ લેબોરેટરી ક્યારે શરૂ થશે
50 બેડની આધુનિક હોસ્પિટલ તૈયાર કરાઈ
નવીન બનેલ હેલ્થ સેન્ટરમાં સરકાર દ્વારા દર્દીઓને તેમના રોગનું નિદાન કરાવવા બહાર વધુ પૈસા ન ખર્ચવા પડે તે માટે એક્સરે મશીન, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ આધુનિક હોસ્પિટલ તૈયાર કરી છે. ત્યારે 24 કલાક સારવાર મળે તે માટે અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 6 ર્ડાક્ટર, 3 લેબ ટેકનિશીયન, 6 નર્સિંગ સ્ટાફ, 1 ફાર્માસીસ્ટ સહિતની 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ત્યારે હવે ક્યારે આ હોસ્પિટલ ધમધમતી થશે તે તો આગામી સમયમાં જ ખબર પડે.
સાધન સામગ્રીઓ ધૂળ કાઈ રહી છે
મેડીકલ ઓફિસર શું કહે છે.
આ બાબતે મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું કે જે કામ થવું જોઈએ તે નિયમ મુજબ ચાલુ જ છે. ત્યારે એક્સરે મશીન ચલાવવા એઆરબીની એપ્રુઅલ માટેની પ્રોસેસ ચાલી રહી છે. લેબોરેટરીમાં પણ જે મશીન આવ્યા છે. તેનું પણ ઈન્સ્ટોલેશન થાય છે.