બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીથી થયું મોત, મૃતકના પરિજનોએ લગાવ્યો આરોપ

આક્ષેપ / ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીથી થયું મોત, મૃતકના પરિજનોએ લગાવ્યો આરોપ

Last Updated: 11:30 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિકેર હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે વ્યક્તિનું મોત થયાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. દર્દીની બાયપાસ સર્જરીમાં 12 કલાકથી પણ વધુ સમય લાગ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો હતો.

Rajkot News : યુનિકેર હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. ડૉક્ટર પર લાગ્યા બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. 12 કલાક સુધી ઓપરેશન ચાલ્યું છતા દર્દીનું મોત નિપજ્યું. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. રાજકોટમાં વધુ એક હોસ્પિટલ પર લાગ્યા બેદરકારીના આરોપ લાગતા ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ કોઇ પ્રથમ કિસ્સો નથી.

યુનિકેર હોસ્પિટલ પર ફરી એકવાર બેદરકારીના આક્ષેપ

યુનિકેર હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે વ્યક્તિનું મોત થયાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. દર્દીની બાયપાસ સર્જરીમાં 12 કલાકથી પણ વધુ સમય લાગ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો હતો. ઓપરેશનમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. દર્દી રાજેશ ગોસાઇની 3 નળી બ્લોક હતી. બલૂન મુકવાનું કહીને બાયપાસ સર્જરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજને મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર કર્યો હતો. અગાઉ પણ યુનિકેર હોસ્પિટલ સામે બેદરકારીનાં ગંભીર આક્ષેપો લાગી ચુક્યાં છે.

આ પણ વાંચો : સેન્ડફ્લાયના કેસમાં વધારો, હાલ 3 બાળકો સારવાર હેઠળ, 2 PICUમાં ક્રિટિકલ સ્થિતિમાં

રાજેશ ગોસાઇના પરિવારના ગંભીર આક્ષેપ

રાજકોટની યુનિટી હોસ્પિટલે બેદરકારી કરી છે. બાયપાસ સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લગાડ્યો હતો. ડોક્ટરે ઓપરેશનમાં ખુબ જ બેદરકારી કરી હતી. ત્યાર બાદ તેનો વાંક સામે ન આવે તે માટે બીજું ઓપરેશન કર્યું કે જે કાંઇ પણ કર્યું તેમાં 12 કલાક જેટલો સમય લાગ્યો. દર્દી રાજેશ ગોસાઈની 3 નળી બ્લોક થઈ ગઈ હતી. જો કે તેઓ કહી રહ્યા છે કે, હૃદય બંધ પડી ગયું પરંતુ ઓપરેશન થિયેટરમાં સાજા સારા હતા. અચાનક કઇ રીતે હૃદય બંધ પડી શકે. આ હોસ્પિટલ જ વિવાદિત છે. અગાઉ પણ અહીં અનેક લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

હોસ્પિટલે કરી સ્પષ્ટતા

યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આરોપ અંગે ડૉ.જિગીષ દોષીએ સ્પષ્ટતા કરી હતી. દર્દીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેમના હૃદયના ધબકારામાં વધઘટ થતી હતી. ડોક્ટરોથી કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી નથી. ઓપરેશન થતાં પહેલા જ દર્દીના પરિવારજનોને સમજાવ્યા હતા. ઓપરેશન દરમિયાન દર્દીને બચાવી શક્યા નથી તેનું અમને દુઃખ છે. દર્દીના પરિવારજનો આરોપ લગાવે છે તે પાયાવિહોણા છે. દર્દીના પરિવારજનો કોઈ પણ સ્થળે પોસ્ટમોર્ટમ કરાવી શકે છે. જે પણ સત્ય હશે તે સામે આવી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unity Hospital Rajkot Dr. Jigish Doshi Patient dies due to negligence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ