ભુજની અદાણી હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીના મોતથી હોબાળો, ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ

By : HirenJoshi 11:52 PM, 16 November 2018 | Updated : 11:52 PM, 16 November 2018
કચ્છઃ ભુજની અદાણી હોસ્પિટલમાં દર્દીના મોતથી હોબાળો થયો હતો. ઓપરેશન બાદ દર્દીનું મોત થતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ પરીવારના લોકો કરી રહ્યા છે. પરિવારે હોબાળો કરીને મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો.

મહત્વનું છે કે, ઓપરેશન બાદ દર્દીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

હવે જોવાનું રહ્યું કે, આ ઓપરેશન બાદ મોત થતા તેની તપાસ થશે? કોની બેદરકારીથી થયું મોત? કુદરતી મોત કે બેદરકારીથી થયું મોત? હોસ્પિટલ સામે થશે કાર્યવાહી?
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story