Patidar preparations for grand celebration in Khodaldham
તૈયારીઓ /
ફરી એક થશે પાટીદારો: ખોડલધામમાં થશે મહાકુંભ, ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ
Team VTV11:58 AM, 26 Oct 21
| Updated: 01:01 PM, 26 Oct 21
જાન્યુઆરી 2022માં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાનાર છે જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યાના લાખો પાટીદારો એકમંચ પર આવશે
ખોડલધામમાં યોજાશે પાટીદાર મહાકુંભ
જાન્યુઆરી 2022માં પાટીદાર મહાકુંભ
ખોડલધામ ચેરમેને જિલ્લા પ્રવાસ શરૂ કર્યો
રાજ્યમાં પાટીદારોનું પહેલાથી જ વર્ચસ્વ રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પાછા પાટીદારોને એકત્રિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આગામી જાન્યુઆરી 2022માં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાનાર છે.
જાન્યુઆરી 2022માં પાટીદાર મહાકુંભ
કાગવડ ખોડલધામ લેઉવા પાટીદારો માટે આસ્થાનું કેન્દ્ર મનાય છે, ત્યારે ફરી પાછી પાટીદારોને એકમંચ પર લાવવાની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાગવડ ખાતે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠાને 5 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાનાર છે.
ખોડલધામ ચેરમેને જિલ્લા પ્રવાસ શરૂ કર્યો
મહત્વનું છે કે રાજ્યમાં આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જેને લઈને આ પાટીદાર મહાકુંભ રાજ્યના લાખો પાટીદારોને એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ મહાકુંભમાં પાટીદારોને એકમંચ પર લાવવા ખોડલધામના ચેરમેને જિલ્લાઓના પ્રવાસ શરૂ કરી દીધા છે. તેમની આ યાત્રા રાજકીય રીતે સૂચક અને મહત્વની માનવામાં આવી રહી છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોને એક કરવા જઈ રહ્યા છે.