શપથ Vs સત્ય /
સુરતમાં કોંગ્રેસની સામે પડ્યાં પાટીદાર નેતાઓ, કહ્યું દરેક સોસાયટી સુધી આ વાત પહોંચાડીશું
Team VTV04:52 PM, 12 Feb 21
| Updated: 07:37 PM, 12 Feb 21
પાસ નેતા ધાર્મિક માલવિયાએ "સત્યપત્ર" જારી કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે
સુરતમાં કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી
PAAS નેતા ધાર્મિક માલવિયાનું નિવેદન
સત્યપત્ર જનતા સુધી પહોંચાડવામા આવશેઃ માલવિયા
સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ યથાવત્ છે. પાસ નેતા ધાર્મિક માલવિયાએ "સત્યપત્ર" જારી કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધાર્મિક માલવિયાએ કહ્યું કે, સત્યપત્ર જનતા સુધઈ પહોંચાડીશું. અને સમાજ સામે સાચી હકીકત લાવીશું. અમે દરેક સોસાયટી સુધી પહોંચાડીશું.
તો મહત્વનું છે કે, ગઈકાલે જ કોંગ્રેસ દ્વારા પોતાનું મેનિફેસ્ટો જાહેર કરાયો છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનિફેસ્ટોનું શપથપત્ર રાખવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં કોંગ્રેસથી નારાજ થયેલા પાસના કાર્યકરો અને ધાર્મિક માલવિયાએ હવે કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
મહત્વનું છે કે, સુરતમાં પાસ દ્વારા 2 બેઠક માટે ટિકિટની માગણી કરાઈ હતી. પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે માત્ર એક જ ટિકિટ આપી હતી. જેના કારણે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા નારાજ થયા હતા. સાથે ધાર્મિકે ફોર્મ પણ ભર્યું નહોતું. જેના કારણે કોંગ્રેસના હાથમાંથી એક બેઠક પણ ગઈ છે. જે બાદ કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી વધી છે.