Pathan OTT release this version of Pathan will be different film which was not seen in the theater
OTT Release /
OTT પર જોવા મળશે શાહરૂખની 'પઠાણ'નું અલગ વર્ઝન, ડાયરેક્ટરે પોતે કર્યો ખુલાસો કઈ રીતે ફિલ્મ હશે અલગ
Team VTV02:18 PM, 10 Mar 23
| Updated: 04:54 PM, 10 Mar 23
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને થિએટર્સમાં રિલીઝ થયે એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે. ફિલ્મ હજુ પણ થિએટર્સમાં સારી કમાણી કરી રહી છે. આ વચ્ચે 'પઠાણ'ની ઓટીટી રિસીઝને લઈને ચર્ચા શરૂ થવા લાગી છે. ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે હવે ઓટીટી રિલીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે.
OTT પર રિલીઝ થશે શાહરૂખની ફિલ્મ 'પઠાણ'
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે કર્યો મોટો ખુલાસો
ફિલ્મ હજુ પણ થિએટર્સમાં કરી રહી છે કમાણી
બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને લાંબા સમય બાદ 'પઠાણ'થી વાપસી કરી છે. 4 વર્ષથી વધારે સમય બાદ હીરો બનીને પડદા પર પરત ફરિયા બાદ શાહરૂખને એક્શનમાં જોવા માટે જનતા એટલી એક્સાઈટેડ હતી કે ફિલ્મની કમાણી દરેક જૂનો રેકોર્ડ ચેલેન્જ કરી ચુકી છે. સૌથી વધારે કમાણી કરનાર હિંદી ફિલ્મ બની ચુકેલી પઠાણ અત્યાર સુધી થિએટર્સમાં સારી કમાણી કરી રહી છે.
ફિલ્મે બનાવ્યો અનોખો રેકોર્ડ
શાહરૂખ માટે જનતાના પ્રેમની એવી સ્થિતિ છે કે હોળી પર પણ 'પઠાણ' ખૂબ જોવામાં આવી અને ફિલ્મે એક અનોખો રેકોર્ડ બનાવી નાખ્યો. રિપોર્ટ્સ જણાવે છે કે શાહરૂખની 'પઠાણ' પહેલી એવી બોલિવુડ ફિલ્મ છે જેણે પોતાના છઠ્ઠા વિકેન્ડમાં, પાંચમાં વીકેન્ડથી વધારે કલેક્શન કર્યું છે.
'પઠાણ'એ કર્યું આટલું કલેક્શન
5માં વીકેન્ડમાં 'પઠાણ'નું કલેક્શન 5.50 કરોડ રૂપિયા હતું. જ્યારે છઠ્ઠા વિકેન્ડમાં કલેક્શન 5.82 કરોડ રૂપિયા રહ્યું. શાહરૂખની ફિલ્મનો ક્રેઝ જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે તેનું લાઈફટાઈમ કલેક્શન 550 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. આ બાજુ 'પઠાણ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ બાજુ ફિલ્મના ઓટીટી રિલીઝને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
'પઠાણ' ઓટીટી રિલીઝ
મેકર્સની તરફથી 'પઠાણ'ની ઓટીટી રિલીઝને લઈને કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી શેર કરવામાં આવ્યું. જોકે, આ જાણકારી પબ્લિક છે કે 'પઠાણ' અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર 'પઠાણ' 24 એપ્રિલે OTT પર રિલીઝ થઈ શકે છે. એટલે કે થિએટર્સમાં રિલીઝ થયાના 3 મહિના બાદ.
ફિલ્મની રિલીઝને લઈને ભલે ઓફિશિયલ જાણકારી ન હોય. પરંતુ હવે 'પઠાણ'ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે એક એવી જાણકારી આપે છે કે થિએટર્સમાં ફિલ્મ જોઈ ચુકેલા લોકો તેને ઓટીટી પર ફરી જરૂર જોવા માંગશે.
થિએટરથી અલગ હશે 'પઠાણ'નું ઓટીટી વર્ઝન
સિદ્ધાર્થ આનંદે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઈશારો કર્યો છે કે 'પઠાણ'નું ઓટીટી વર્ઝન, થિએટર્સ વર્ઝનથી લાંબુ હશે. ઓટીટી પર ફિલ્મ 'એક્સટેવન્ડેડ કટ' વાળુ વર્ઝન આવી શકે છે. એટલે કે આ થિએટર વાળા વર્ધનથી થોડુ લાંબુ થશે. ગલાટ્ટા પ્લસની સાથે વાતચીતમાં સિદ્ધાર્થે તેના પર વાતમાં એક મોટી હિંટ આપી છે.
સિદ્ધાર્થ આ વિશે વાત કરી રહ્યા હતા કે તેમની ફિલ્મોમાં મસાલો-એન્ટરટેઈમેન્ટનો ફ્લેવર યોગ્ય એટલા માટે બેસે છે કારણ કે તે પોતાના રાઈટર્સની સાથે દરેક નાની મોટી વસ્તુ વગર ખચકાટે ડિસ્કસ કરે છે. સિદ્ધાર્થે કહ્યું કે 'પઠાણ'ની સ્ક્રિપ્ટ તૈયાર થતી વખતે કોઈએ પણ ફિલ્મના ડાયલોગ અથવા મોમેન્ટ્સને લઈને એ નથી કહ્યું કે થોડુ ઓવર ધ ટોપ છે. પરંતુ બધાએ સિન્સ સંપૂર્ણ ગંભીરતાથી ડિસ્કસ કર્યા. જેમ કે શાહરૂખની ભુમિકા, પઠાણનું બાળપણ.
OTT વર્ઝનમાં ઘણા સીન્સ મળશે જોવા
આ વિશે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું, "તેનું કોઈ નામ નથી અને તે એક થિએટરમાં મળ્યો હતો. જેનું નામ અસલમાં નવરંગ હતુ અને પછી તે કઈ રીતે પઠણ બન્યો. આ એડિટમાં કપાઈ ગયું અને કદાચ તમને ઓટીટી વર્ધનમાં જોવા મળે." સિદ્ધાર્થની વાત સીધો ઈશારો છે કે 'પઠાણ'ના ઓટીટી વર્ઝનમાં ઘણા ઓવા સીન છે કે જે થિએટરમાં તમને જોવા નથી મળ્યા.