બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Pathan film unique protest in Surat VHP uses money spent on movie tickets in such a way

PHOTOS / સુરતમાં પઠાન ફિલ્મનો અનોખો વિરોધ, VHPએ મૂવીની ટિકિટ પાછળ થતા ખર્ચાને આવી રીતે વાપર્યો, લોકોએ વિરોધને વખાણ્યો

Mahadev Dave

Last Updated: 05:44 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કામરેજ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  પઠાન મૂવી ન જોવાનું યુવાનોએ નક્કી કરી ફિલ્મની ટિકિટ પાઠળ થતો ખર્ચ ગરીબો પાછળ વાપરવા નક્કી કરાયુ હતું. આ રકમની ગરીબો માટે રાશનની કીટો તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.

  • પઠાણ મુવીને લઈને સુરતના કામરેજમાં કરાયો અનોખો વિરોધ
  • સુરતમાં સેવા કાર્ય થકી પઠાણ ફિલ્મનો અનોખો વિરોધ
  • ગરીબો માટે રાશનની કીટો તૈયાર કરી વિતરણ કરાઈ

સુરતના કામરેજમાં પઠાણ મુવીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફિલ્મની ટિકિટ પાછળ થતો ખર્ચ ગરીબો પાછળ વાપરી અનોખો વિરોધ કરાયો હતો.લોકોએ પણ આ અનોખા અને આવકારદાયક વિરોધને આવકારી સહકાર આપ્યો હતો.


રાસનકિટનું વિતરણ કર્યું

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કામરેજ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પઠાણ મૂવી ન જોઈ ગરીબ બાળકો પાછળ ખર્ચો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવાનોએ પઠાણ મુવી ન જોવાનું નક્કી કર્યું હતું અને મુવીની ટીકીટ પાછળ થતો ખર્ચ સમાજમાં રહેલ ગરીબ લોકોની પાછળ કરવાનું નક્કી કર્યું હતું. આ રકમની ગરીબો માટે રાશનની કીટો તૈયાર કરી સલ્મ વિસ્તારમાં વિતરણ કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનના ફિલ્મ પઠાણ મુવીનો છેલ્લા એકાદ માસથી ગુજરાત સહિત દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. લોક રોષ વચ્ચે પણ 25 તારીખથી પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારબાદ આજે સુરતમાં અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધથી માત્ર વિરોધ નહીં પરંતુ કેટલાક લોકોની સેવા પણ કરવામાં આવ્યો હતો. કામરેજન યુવાનો દ્વારા પઠાણ મુવી ના જોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ટિકિતમાં થતો ખર્ચો ના કરીને તે ખર્ચ સમાજમાં રહેલા લોકો માટે ઉપયોગ કરી આગવું ઉદાહરણ સમાજને આપ્યું હતું. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા.

 

સંકળાયેલા મુદ્દાઓ

Pathan VHP surat અનોખો વિરોધ કામરેજ પઠાન મૂવી વિશ્વ હિન્દુ પરિષદ સુરત surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ