બ્રેકિંગ ન્યુઝ
VTV / patanjali ayurved demand 250 crore rupees from public by ncd got in 3 minutes
Bhushita
Last Updated: 02:56 PM, 29 May 2020
ADVERTISEMENT
હરિદ્વાર મુખ્યાલયની કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર પોતાની રકમ ભેગી કરવા માટે બોન્ડની મદદ લીધી. બ્રિકવર્કે આ ડિબેન્ચરને AA રેટિંગ આપી હતી જે સારી ગણવામાં આવે છે. તેના શેર બજારમાં ઉતારવામાં આવ્યા અને ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર જેવી અનેક કંપનીઓએ બોન્ડ બજારથી રૂપિયા એકઠા કર્યા છે.
ADVERTISEMENT
શું હોય છે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)
નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) એ નાણાકીય સાધનો છે જે કંપનીઓ લાંબા ગાળાની મૂડી ઊભી કરવા માટે જાહેર કરે છે. તેનો સમયગાળો નિશ્ચિત છે, તેથી તે એફડી જેવું છે, પરંતુ તે શેરબજારમાં સૂચિબદ્ધ છે, તેથી તેમાંથી બહાર નીકળવું સરળ છે. આ પર વ્યાજ પણ 10 ટકા અથવા તેથી વધુ છે. નોન કન્વર્ટિબલ એટલે કે આ ડિબેન્ચર્સને શેરમાં રૂપાંતરિત કરી શકાતું નથી.
મળતી માહિતી અનુસાર કોરોના મહામારીની વચ્ચે આયુર્વેજ આધારિત ઉત્પાદનમાં વેચાણ ત્રણ ગણું વધ્યું છે. કોરોનાના કારણે મેન્યુફેક્ચરિંગથી લઈને વિતરણ સુધી સપ્લાય ચેનમાં અવરોધ આવ્યા છે. તેઓએ કહ્યું કે અમે આ ફંડ એટલા માટે ભેગું કરી રહ્યા છીએ જેથી પોતાની સપ્લાય ચેનને મજબૂત કરી શકાય અને મેન્યુફેક્ચરિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીની પ્રક્રિયા સહજ બને.
આટલું મળશે વ્યાજ
પતંજલિ આયુર્વેદ હાલના વર્ષોમાં એફએમસીજીની પ્રમુખ કંપનીના રીતે વિકસી છે. કંપનીએ કહ્યું છે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સની સીમા 3 વર્ષની છે અને તેની પર 10.10 ટકાના દરે વ્યાજ આપવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં પતંજલિ આયુર્વેદે દેવાળિયું જાહેર કરાયેલી રૂચિ સોયાને 4350 કરોડ રૂપિયામાં ખરીદી.
કારોબારમાં વિવિધતા
પતંજલિ સમૂહ કપડાના કારોબારમાં પણ ઉતર્યા છે. વર્ષ 2018માં ધનતેરસના અવસરે બાબા રામદેવને દિલ્હીમાં પતંજલિ પરિધાન નામથી કપડાંના પહેલાં સ્ટોરનું ઉદ્ધાટન કર્યું હતું. દિલ્હીના નેતાજી સુભાષ પ્લેસમાં પહેલાં પતંજલિ પરિધાન શોરૂમનું ઉદ્ધાટન કરચાં રામદેવે ગારમેન્ટ બિઝનેસની પણ શરૂઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT