યુવા ભાજપના નેતાજીની લપસી જીભ, કહ્યું- 'પાસ થવું હોય તો ફોન કરો મને'

By : hiren joshi 03:34 PM, 11 June 2018 | Updated : 03:34 PM, 11 June 2018
મહેસાણાઃ પાટણ યુવા ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. પાટણ યુનિવર્સિટીના સેનેટ સભ્ય વિવેક પટેલે રેલીમાં આવેલા વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાની ખાતરી આપી છે. નવનિયુક્ત સેન્ટ સભ્ય વિવેક પટેલનો વીડિયો વાયરલ થયો છે. 

જેમાં વિવેક પટેલે કહેતા નજરે પડે છે કે પાસ થવું હોય તો મને ફોન કરવો. કેટલીક વસ્તુ જાહેરમાં ન કહેવાય પણ બધું જ થઈ શકે છે. મહત્વનું છે કે વિવેક પટેલ પાટણ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી છે. આ પૂર્વે અમદાવાદના 2 યુવા ભાજપ નેતા દર્શક ઠાકર અને રાહુલ સોની પઠાણી ઉઘરાણીના આરોપમાં ફરાર છે.

આવી રીતે એક બાદ એક ભાજપના યુવા નેતા વિવાદમાં સંપડાય રહ્યા છે. ત્યારે પાટણ યુવા ભાજપના નેતાજી વિવાદમાં આવ્યા છે. પાટણ યુનિ.ના સેનેટ સભ્યની જીભ લપસી હતી. ન બોલવાનુ વિવેક પટેલ બોલી ગયા હતા. રેલીમાં આવેલા વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું પાસ થવું હોય તો ફોન કરો. કેટલીક વસ્તુ જાહેરમાં ન કહેવાય. ત્યારે સવાલ થયા છે કે, સત્તાનો દુરૂપયોગ કેટલો યોગ્ય?Recent Story

Popular Story