બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાથ જોડીને ખેડૂત પરિવાર આજીજી કરતો રહ્યો છતાંય..., જુઓ પાવરગ્રીડ વીજ કંપનીની દાદાગીરી
Last Updated: 02:13 PM, 1 October 2024
Patan News : પાટણ જિલ્લામાં પાવરગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે. વાસ્તવમાં ખેડૂતના ઉભા પાક ઉપર કંપનીના કર્મચારીઓએ જેસીબી ચઢાવી દેતાં ચોંકાવનારી સ્થિતિ ઊભી થઈ છે. સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામનાં ખેડુતનો ઉભા પાકને જમીનદોસ્ત કરી નાખતા ખેડૂતને મોટું નુકશાન થયું છે. વિગતો મુજબ ખેડૂતના ખેતર વચ્ચે વીજ થાંભલો ઉભો હોઇ તે અંતર્ગત કામગીરીના નામે પાવરગ્રીડના કર્મચારીઓ જેસીબી લઈને આવી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામનાં ખેડુતને માથે જાણે આભ ફાટી પડ્યું તેવી સ્થિતિ બની છે. વિગતો મુજબ આ ખેડૂતના ખેતરની વચ્ચે વીજ થાંભલો હોઇ તેને લઈ કોઈ કામગીરીના નામે પાવરગ્રીડના કર્મચારીઓ જેસીબી લઈને ખેતર પહોંચ્યા હતા. જોકે સ્થિતિને પારખી ગયેલા ખેડૂત અને તેના પરિવારે વીજકંપનીના કર્મચારીઓ પાસે આજીજી કરી હતી. આ સાથે હાથ જોડીને વિનંતી કરી કે પાકને નુકસાન ન કરો. જોકે પદના મદમાં આવેલા વીજ કર્મચારીઓએ ખેડૂત પરિવારની એકપણ વાત સાંભળી ન હતી. આ સાથે ખેડૂત પરિવારની સામે જ તેમના ખેતરમાં જેસીબી ચલાવી દીધું હતું. જેને લઈ ખેડૂતને મોટું નુકશાન થાય છે.
ADVERTISEMENT
વીજ કંપનીની બેદરકારી આવી
પાટણના સરસ્વતી તાલુકાનાં વાયડ ગામે પાવરગ્રીડ વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. વાયડ ગામનાં ભરત જોશી નામનાં ખેડુતના ખેતરમાં પાવરગ્રીડ વીજ કંપનીનાં કર્મચારીઓ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તેમજ JCB લઈ પહોંચ્યા હતા. જ્યાં કપાસનાં ઉભા પાકમાં પાવરગ્રીડ કંપનીએ JCB તેમજ ટ્રેક્ટર ચલાવતા ખેડુતને મોટું નુકશાન પહોંચ્યું છે. આ તરફ ઉભો પાક બચાવવા ખેડુત પરિવારની મહિલાઓ બે હાથ જોડી આજીજી કરતી રહી પણ કર્મચારીઓએ કઈ સાંભળ્યું નહોતું. ખેડૂતે કહ્યું કે, કંપનીએ પોલીસને સાથે રાખીને ઉભા પાકને નષ્ટ કરી ખેતરમાં કાર્યવાહી કરી છે. આ તરફ ભોગ બનનાર ખેડુત ભરત જોશીએ સમગ્ર ઘટનાનો મોબાઈલ વિડીયો બનાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.