ગ્રામજનોના આંતરિક ડખાને કારણે ગુજરાતના આ ગામના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

By : kavan 11:20 PM, 16 June 2018 | Updated : 11:20 PM, 16 June 2018
પાટણ: ઘર ફુટે ઘર જાય તેવો ઘાટ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા નાયતા ગામમાં સર્જાયો છે. ગ્રામજનોનો આંતિરક ડખો અને સરકારની ઢીલીની નિતીને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. મારે ભણવું છે,આગળ વધવું છે,ભવિષ્ય પણ બનાવવું છે અને શિક્ષીત પણ થવું છે. આ શબ્દો,આ વિચાર એ કોઈ કલ્પના નથી, બલકે આ શબ્દો નાયતા ગામના વિદ્યાર્થીઓના છે. 

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામ આવેલ છે. ગ્રામજનોના આંતરીક ઠખા અને સરકારની ઢીલી નિતીને કારણે વિદ્યાર્થીઓનું ભણતર અંધકાર તરફ જઈ રહ્યું છે. નાયતા ગામે માધ્યમિક શાળાને વર્ષ 2011થી મંજૂરી મળેલી છે. જોકે આજ દિન સુધી શાળામાં કોઈ જ વ્યવસ્થા ઉભી ન કરાતા માધ્યમીક શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. જોકે અહીંની પ્રાથમિક શાળામાં પણ માત્ર બે પાળી ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓને અધુરો અભ્યાસ કરીને ઘરે પરત ફરવું પડે છે. 

ઉલ્લેખનીય છે કે,અહીં અચંબીત કરે તેવી વાત એ છે કે,માધ્યમિક શાળામાં 4 શિક્ષકો ફરજ બજાવે છે અને જે શિક્ષકને આચાર્ય તરીકે નિમણુંક કરી છે તે શિક્ષક બે સ્કુલોમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોની માગ છે કે શાળામાં પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રાજ્યસરકાર આ દિશામાં સકારાત્મક પગલા ઉઠાવે. આપને જણાવી દઇએ કે,નાયતા ગામના વિદ્યાર્થીઓ છેલ્લા સાત વર્ષથી વગર બેન્ચીસે નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. તેનું મુડ કારણ ગામના જ કેટલાક શખ્સો છે. ગામના સરપંચનું કહેવું છે કે,અમારા ગામના જ અમુક લોકો ગામમાં શાળા શરૂ ન થાય તે માટે વાંધાજનક અરજીઓ રાજકીય દબાણથી કરી છે. જોકે અમે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર સમક્ષ નવી શાળા શરૂ કરવા માટે રજૂઆત કરી છે. જો સરકાર આ દિશામાં હકારાત્મક વલણ નહી અપનાવે તો આગામી ઉપવાસ અંદોલન પણ કરીશું. 

હાલ તો સમગ્ર અહેવાલ વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકીને લઈને વીટીવીએ પ્રકાશીત કર્યો છે. જોકે ગ્રામજનો જો આંતરીક વિવાદ બાજુમાં રાખીને વિદ્યાર્થીઓના હિતનું વિચારે તો જ ગામના આ વિદ્યાર્થીઓ,તમારા જ ગામનું નામ રોશન થાય,પોતાની કાર્યશૈલીથી એક દિવસ તમારા માટે કરી શકે છે. Recent Story

Popular Story