પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સામે FIR, લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ 

By : vishal 07:01 PM, 06 December 2018 | Updated : 07:01 PM, 06 December 2018
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેટલી શિક્ષણને લઈને ચર્ચામાં નથી તેટલી તેના કુલપતિ અને સ્થાનિય ધારાસભ્યને લઈને વિવાદમાં છે.

જ્યાં શીક્ષાના પાઠ ભણાવવામાં આપવા જોઈએ. ત્યાં ભ્રષ્ટાચારના પાઠને લઈને વિવાદ આસમાને પહોંચ્યો છે. અત્યાર સુધી પાટણના ધારાસભ્ય કુલપતિ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા હતા.

અનેક પુરાવા અને અનેક કાર્યક્રમો પણ કુલપતી સામે યોજ્યા, પરંતુ હવે ખુદ્દ ધારાસભ્ય કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. માત્ર આરોપ જ નહીં પરંતુ યુનિવર્સિટીના કુલપતિએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

કુલપતિ બી.એ.પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા રહ્યું કે, કીરિટ પટેલે યુનિવર્સિટી સંચાલિત MSW વિભાગની કોલેજની ભરતી પ્રક્રિયામાં લાખો રૂપિયાની ઉચાપત કરી છે.

વર્ષ 2012થી 2016 દરમિયાન  કિરીટ પટેલ MSW વિભાગના પ્રિન્સીપાલ હતા. તે દરમિયાન તેમણે લાખો રૂપિયાની કોલેજ ફી પોતાની પાસે રાખી ઉચાપત કરી છે.

એટલું જ નહીં પરંતુ કોલેજના મહત્વના દસ્તાવેજો પણ તેમણે પોતાની પાસે જ ગેરકાયદેસર રીતે રાખ્યા હતા. જેના કારણે યુનિવર્સિટીને મોટું નુકસાન થયું છે.

કિરીટ પટેલને યુનિવર્સિટી દ્વારા અનેક નોટિસો પણ આપાઇ હતી. છતાં તેમણે પૈસા અંગે કોઈપણ પ્રકારનો ખુલાસો આપ્યો નહીં. જેને લઈને ફરિયાદ નોંધાવવી પડી છે.

બીજી તરફ કિરીટ પટેલે પોતાની વિરુદ્ધમાં નોંધાયેલી ફરિયાદને તદ્દન ખોટી ગણાવી છે.. એટલે કે અહીં કિરીટ પટેલ અને કુલપતિ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવી રહ્યા છે, પરંતુ પોલીસને સમગ્ર મામલે તપાસમાં શું હાથ લાગે છે અને કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.Recent Story

Popular Story