હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે.
HNGU ફરી આવી વિવાદમાં
Ph.D કોર્ષ વર્ષનું પેપર વિવાદમાં
પેપર સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ
Ph.D કોર્ષ વર્ષનું પેપર હાથેથી લખાયેલું હોવાથી વિવાદમાં આવ્યું છે. હાથેથી લખાયેલા પેપર સામે ધારાસભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટી સામે સવાલો ઉઠાવ્યા છે.
સરકાર કુલપતિને છાવરી રહી હોવાના કર્યા આક્ષેપ
કિરીટ પટેલે કહ્યું કે, આજના આધુનિક યુગમાં યુનિવર્સિટી જૂના જમાનાની વાત કરી રહી છે. બાળ મંદિરના વિદ્યાર્થીની જેમ હાથે લખેલા પેપર વિદ્યાર્થીઓને આપી રહી છે.સરકાર કુલપતિને છાવરી રહી છે.
હેન્ડરાઇટિંગ વાળા પેપર સામે ઉઠાવ્યો વાંધો
આ બાબતે કાર્યવાહી થવી જોઇએ. જોકે આ અંગે કોઓર્ડિનેટર લલિત પટેલે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ આવી રીતે 6 થી 7 હેન્ડરાઇટિંગ વાળા પેપર લેવાયા છે. હાથે લખાયેલા પેપર સાથે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઇ ચેડાં થતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ તાજેતરમાં આવી હતી વિવાદમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Comનું પેપર લીક થવા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.રાજકોટના DCPઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું કે B.Comનું રાજકોટની ગીતાંજલી કોલેજમાંથી જ પેપર ફૂટ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે ક્લાર્ક સહિત 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે જ્યારે IPC 406 અને 120-બી અને 120-સી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કેસ પોલીસ 5 કલાકમાં કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કરી રહી છે પોલીસે 6 લોકો સામે FIR દાખલ કરી છે પોલીસનું કહેવું છે કે સોશ્યલ મીડિયા ગ્રુપમાં પેપર અપલોડ થયું હતું. આ પેપર ગીતાંજલી કોલેજમાંથી જ લીક થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં B.Com સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર સમય પહેલા વૉટ્સએપ ગ્રુપમાં વહેતું થયું હોવાનો આરોપ આપ પાર્ટી લગાવી રહી છે. પેપર સવારે 9.11 કલાકે સોશિયલ મીડિયામાં આવી ગયું હતું જેવી રજૂઆત કુલપતિને કરવામાં આવી છે, રહી રહીને જાગેલા સૌરાષ્ટ્ર યુનિ,તંત્રએ મીડિયામાં મામલો આવતા યુનિવર્સિટીના પરીક્ષા ઈન્ચાર્જ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ફરિયાદને આધારે પોલીસ 6 લોકોની ધરપકડ કરી છે તેમજ લીક પેપરના જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.
ઇકોનોમિક્સ વિષયનું B.Com સેમ-3નું પેપર ફૂટ્યુ
બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું જે સવાર 10 વાગ્યે શરૂ થવાનું હતું પણ 9 વાગ્યે અનેક વોટ્સઅપ ગ્રુપમાં આ પેપર ફરતું થવાના થઈ ગયું હતું. પેપર પહેલાથી જ કોઈએ લીક કરીને સોશિયલ મીડિયામાં વહેતું કર્યું છે. આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે એવો જવાબ મળ્યો હતો કે તથ્ય હશે તો યોગ્ય કાર્યવાહી થશે. પણ સાંજ સુધી સતત સંપર્કમાં રહ્યા છતાંય કોઈ કાર્યવાહી ન થતાં આખરે અમે મીડિયા સંબોધન કરી સમગ્ર મામલના ઉજાગર કરવાની કોશિશ કરી છે. જો સૌરાષ્ટ્ર યુનિ.માં ઘણી વખત પેપર ફૂટવાના બનાવ બને છે. આગામી દિવસોમાં ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.