બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકોના આરોગ્ય સાથે ચેડા! પાટણમાં SOGની રેડમાં ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો
Last Updated: 11:50 PM, 17 January 2025
પાટણના ઘીવટો વિસ્તારમાં SOGએ રેડ પાડીને નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ઘરમાં જ ભેળસેળવાળુ ઘી બનાવીને વેપાર કરાતો હતો. બાતમીના આધારે SOGએ રેડ પાડી હતી. જે દરમયિના 1.66 લાખની કિંમતનું 26 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જે મામલે 2 ઈસમો સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
અગાઉ સુરતમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી
ADVERTISEMENT
અત્રે જણાવીએ રાજ્યમાં અવાર નવાર નકલી ઘીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ સુરત જિલ્લામાંથી નકલી ઘીની ફેક્ટરી ઝ઼પાઈ હતી. ઓલપાડના માસમા ગામના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડીને નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. વીર મિલ્ક પ્રોડક્ટસ અને આર.કે.એન્ટરપ્રાઇઝમાં ફેક્ટરીમાંથી મશીનરી, ઘીનો જથ્થો, ડબ્બા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 69 લાખનો 25 ટન જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
બનાસકાંઠામાંથી પણ નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમા જુદી જુદી પેઢીઓની ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ તપાસ કરાઈ હતી. જેમાં વેચાણ થતા ઘી, ખાદ્ય મસાલા (સ્પાઇસીસ) જેવા કે મરચુ પાવડર (લુઝ), ખાદ્ય તેલો જેવા કે મસ્ટર્ડ ઓઇલ (રાયડા તેલ) વગેરેનો ધંધો કરતી પેઢીઓમાંથી ખાદ્ય ચીજોના નમુનાઓ લેવાયા હતા. આ નમૂનાઓને ચકાસણી માટે ફુડ લેબોરેટરીમાં મોકલાયા હતા તથા શંકાસ્પદ જથ્થો જપ્ત પણ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી દ્વારા ચકાસણી કરાતા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 કાયદાની ધોરણો મુજબના જોવા મળેલા નથી. સબસ્ટાન્ડર્ડ અને અન સેફ જાહેર થયેલ નમુનાઓ સંદર્ભે જવાબદારો સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાની અલગ પેઢીઓના ભેંસ અને ગાયનું ઘી, ખાદ્ય તેલ વગેરેના નમૂનાઓ ફેલ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.