બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડની PDF ડાઉનલોડ કર્યા બાદ નાખવો પડે છે પાસવર્ડ, જાણો કેમ છે જરૂરી?
Last Updated: 04:28 PM, 22 July 2024
હવે આપણે બધા જ ઘરે બેઠા સરળતાથી આધાર કાર્ડ ફોન દ્વારા ડાઉનલોડ કરી શકીએ છીએ. જ્યારે તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરો છો, ત્યારે તે સોફ્ટ કોપીના રૂપમાં હોય છે, જેને ખોલવા માટે પાસવર્ડની જરૂર પડે છે. ઘણીવાર લોકો પાસવર્ડ ન ખબર હોવાને કારણે પરેશાન થતાં હોય છે. તો ચાલો આધાર કાર્ડની સોફ્ટ કોપીનો પાસવર્ડ જાણીએ. આધાર કાર્ડ બનાવવા વાળી કંપની UIDAIની સુવિધાને કારણે ફક્ત આધાર કાર્ડ ડાઉનલોડ કરી ઉપયોગમાં લઈ શકતું નથી, તેને ઉપયોગમાં લેવા માટે પાસવર્ડ જરૂર પડે છે. આ પ્રક્રિયા આધાર કાર્ડ અને કાર્ડ ધારકના ડેટાની સેફ્ટી માટે જરૂરી છે.
ADVERTISEMENT
પાસવર્ડથી સુરક્ષિત હોય છે ઈ-આધાર
ADVERTISEMENT
UIDAI દ્વારા ઈ-આધાર ફાઈલને PDFના સ્વરૂપમાં પાસવર્ડ દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. આધાર કાર્ડમાં તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે તમારું નામ, તમારું રહેઠાણ અને બાયોમેટ્રિક ડિટેલ્સનો સમાવેશ થતો હોય છે. કેમ કે આ PDF ઓનલાઇન હોય છે, જેના કારણે હેક થવાનો ખતરો વધી જાય છે. આ ખતરાથી બચવા માટે UIDAI PDFને પાસવર્ડથી સુરક્ષિત રાખે છે. જેના કારણે કોઈ વ્યક્તિ પાસવર્ડ સિવાય આ PDFને ઉપયોગમાં ન લઈ શકે.
શું છે પાસવર્ડ?
જો તમારે પોતાનું ઈ-આધાર ઓપન કરવું હોય, તો તેનો પાસવર્ડ એકદમ સરળ છે. તમારા ઈ-આધારને ઓપન કરવા તમારા નામના પહેલા ચાર અક્ષર કેપિટલમાં અને પછી તમારી જન્મનું વર્ષ નાખવી જે તમારો પાસવર્ડ રહેશે. દાખલા તરીકે તમારું નામ અમર છે અને તમારું જન્મનું વર્ષ 1996 છે, તો તમારા ઈ-આધારનો પાસવર્ડ AMAR1996 રહેશે. ઈ-આધાર ડાઉનલોડ કર્યા પછી આ રીતે તમારો પાસવર્ડ લખવો પછી જ તેને ઉપયોગમાં લઈ શકાશે.
આ પણ વાંચો: ચારેય તરફ પાણી, મોતનો સામનો, અને આકાશમાંથી વ્હારે આવ્યા સૈનિકો, જુઓ દિલધડક રેસ્ક્યૂ
આધાર કાર્ડ આજના સમય પ્રમાણે દરેક ભારતીયની ઓળખાણ માટે સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ છે. જેના વિના તમે કોઈ પણ સરકારી સ્કીમનો લાભ લઈ શકતા નથી, તેમ જ બેન્કમાં અકાઉન્ટ ખોલવા તથા ડિમેટ અકાઉન્ટ ખોલવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.