સુવિધા / હવે રેલ્વે અહીંથી રવાના થતા તમામ યાત્રીઓને મુસાફરી દરમ્યાન આ વસ્તુ મફતમાં આપશે

Passengers Of All Trains Leaving From This Division Of The Railway Will Get Free Hand Sanitizer

મુંબઈથી દોડતી ટ્રેનોમાં મુસાફરોને હવે કોરોના વાયરસ સામે લડવા વધુ એક હથિયાર મળી જશે. હકીકતમાં મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને હેલ્થ હાઈજીનથી જોડાયેલ ઉત્પાદનો બનાવતી કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ સાથે હાથ મિલાવ્યો છે. જે હેઠળ ટ્રેનના મુસાફરોને ફ્રીમાં હેન્ડ સેનિટાઇઝર પાઉચ વહેંચવાનો માર્ગ મોકળો થયો છે. એટલું જ નહીં ત્યાંથી દોડતી ટ્રેનોમાં યાત્રી એક્પોઝરવાળા ભાગને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. તે માટે ગોદરેજ દ્વારા સેનિટાઇઝર અને સ્પ્રે આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ