બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 09:28 PM, 24 September 2022
ADVERTISEMENT
આજકાલ લોકો ભાગદોડવાળું જીવન જીવતા હોય છે ત્યારે ઘણા લોકો રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે તે પહેલા તેમાં ચડવા લાગે છે અથવા તો ઉતરવા લાગે છે. પરંતુ આવા લોકોના ક્યારેક જીવ જોખમમાં મુકાય છે. આવો જ એક કિસ્સો તમિલનાડુથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ ચાલતી ટ્રેન અને સ્ટેશન પર પ્લેટફોર્મની વચ્ચે પડી ગયો. પરંતુ સદનસીબે તેને આરપીએફના જવાનોએ બચાવી લીધો હતો.
ઘટનાના CCTV ફૂટેજ વાયરલ
આ ઘટના તમિલનાડુના કોઇમ્બતુર રેલવે સ્ટેશનની છે. આનો એક સીસીટીવી વીડિયો ખુદ આરપીએફ ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે બહાદુરી અને હિંમતની એક વધુ વાર્તા! આરપીએફના એએસઆઈ અરુણજીત અને લેડી એચસી પીપી મિનીએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર એક મુસાફરને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયા બાદ કોઈમ્બતુર સ્ટેશનના પ્લેટફોર્મ પર પાછો ખેંચી લેવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT
Yet another story of Bravery and Courage !#Everydayheroes RPF ASI Arunjit & Lady HC P.P. Mini in utter disregard to their own safety,went beyond their call of duty to pull out a passenger back to platform when he got stuck in the gap between platform and train at Coimbatore stn. pic.twitter.com/thwVTt01kg
— RPF INDIA (@RPF_INDIA) September 23, 2022
ચાલતી ટ્રેનમાં ઉતારવાની કોશિશ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેટફોર્મ પર ટ્રેન ચાલી રહી છે અને પેસેન્જર અચાનક વચ્ચે જ પડી ગયો. જાણકારી અનુસાર તે સલેમ જિલ્લાના મેત્તુરનો રહેવાસી છે અને તેનું નામ શિવ કુમાર છે. આ વ્યક્તિએ કોઇમ્બતૂર જંકશન પર ચાલતી ટ્રેન કન્નુર-યશવંતપુર એક્સપ્રેસમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે સંતુલન ગુમાવ્યું અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના અંતરમાં પડી ગયો.
નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યો
આ પછી, નજીકમાં હાજર આરપીએફના કેટલાક જવાનો તેને બચાવવા માટે તરત જ દેવદૂતની જેમ તેની પાસે પહોંચ્યા હતા. તેઓએ તેને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો. ત્યારબાદ આંશિક રીતે ઘાયલ મુસાફરને સારવાર માટે કોઈમ્બતુર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.