આવતીકાલે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, PAAS દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન, સુરતથી નિકળશે સંકલ્પ યાત્રા

By : hiren joshi 06:23 PM, 07 December 2018 | Updated : 06:23 PM, 07 December 2018
સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના થોડા દિવસ અગાઉ જામીનની મંજૂર થયા છે ત્યારે તેની આવતીકાલે સવારે 11 કલાકે જેલ મુક્તિ થશે. સુરત રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા હતા ત્યાર બાદ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી છે હવે અલ્પેશની જેલ મુક્તિ થશે. 

અલ્પેશની જેલ મુક્તિને લઇને ભવ્ય સ્વાગત અને સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ઠેર-ઠેર સ્વાગતની પાસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સુરતથી કાગવડ થઇ ઊંઝા ઉમિયા ધામે યાત્રા પૂર્ણ થશે.મહત્વનું છે કે, અમદાવાદ અને સુરત રાજદ્રોહ કેસમાં જામીન મળી ચુક્યા છે. હવે અલ્પેશ શનિવારના રોજ જેલમુક્ત થશે. અલ્પેશ કથીરિયા ચાર મહિનાના જેલવાસ બાદ મુક્ત થઈ રહ્યો છે ત્યારે પાસના કાર્યકરોએ દ્વારા અલ્પેશના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story