બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવે પતિ-પત્નીએ અલગ નહીં રહેવું પડે, મળી જશે ફટાફટ ગ્રીનકાર્ડ

NRI ન્યૂઝ / ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવે પતિ-પત્નીએ અલગ નહીં રહેવું પડે, મળી જશે ફટાફટ ગ્રીનકાર્ડ

Last Updated: 12:09 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ પહેલા જો બાયડનની સરકારે અમેરિકામાં દસ્તાવેજો વિના રહેતા લોકોને સ્થાયી થવા અને તેમને નાગરિકતા આપવાનો નિર્ણય લેશે. 5 લાખથી વધુ ઈમિગ્રન્ટ્સ આનો લાભ લઈ શકે છે.

અમેરિકામાં વર્ષોથી રહેતા ભારતીયોની ગ્રીન કાર્ડની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અમેરિકન સરકારે તેની ઈમિગ્રેશન પોલિસી અંતર્ગત એક નિર્ણય લીધો છે, જેનાથી ત્યાં રહેતા ભારતીયોને મોટી રાહત મળશે. હવે એ તો જાણીતું જ છે જે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની છે અને આ ચૂંટણીમાં ઇમિગ્રેશન પણ મોટો મુદ્દો હશે.

America Green Card 02

એવામાં હાલ જો બાયડનની સરકારે અમેરિકામાં દસ્તાવેજો વિના રહેતા લોકોને સ્થાયી થવા અને તેમને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા પેરોલ ઇન પ્લેસ પોલિસી ઓફ ઇમિગ્રેશન હેઠળ આપવામાં આવશે. જો આ યોજના અમલમાં આવશે તો અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત થશે.

america.jpg

પેરોલ ઇન પ્લેસ પોલિસી એવા ઇમિગ્રન્ટ્સ માટે હશે જેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે, પરંતુ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે. આનાથી તેમના માટે વર્કિંગ પરમિટ અને નાગરિકતા મેળવવાનું સરળ બનશે. અહેવાલો અનુસાર, 'પેરોલ ઇન પ્લેસ' નામના કાર્યક્રમથી લગભગ પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે.

Website Ad 3 1200_628

જો કે એવું પણ કહેવાય રહ્યું છે કે આ નવી યોજના અમુક શરતોને આધીન છે. ઉદાહરણ તરીકે, યુએસ નાગરિક સાથે લગ્ન કર્યા પછી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી યુએસમાં રહેતા ઇમિગ્રન્ટ્સને જ નાગરિકતા આપવામાં આવશે. આ સિવાય આવા ઇમિગ્રન્ટ બાળકો પણ ગ્રીન કાર્ડ અથવા નાગરિકતા મેળવી શકે છે, જેમના માતા અથવા પિતાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે.

વધુ વાંચો: શું તમે જાણો છો, અમેરિકામાં લીગલ સેટ થવું કેટલું મુશ્કેલ છે? કંઇક આવી છે રિયાલિટી

એકવાર અરજી મંજૂર થઈ જાય પછી, ઇમિગ્રન્ટ પાસે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે ત્રણ વર્ષનો સમય હશે. આ સમયગાળા માટે તે કામચલાઉ વર્ક પરમિટ મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ડિપોર્ટેશનથી રાહત મળશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

green card in america NRI News Parole in place
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ