બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'વન નેશન વન ઇલેક્શન' પર સરકારની પૂરી તૈયારી, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ, જાણો વિગત
Last Updated: 09:03 AM, 14 December 2024
Parliament Winter Session: કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal) સોમવારે સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) માં લોકસભામાં વન નેશન વન ઇલેક્શન (One Nation One Election) બિલ રજૂ કરશે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બિલને જેપીસી (JPC) પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે. માહિતી અનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલશે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.
ADVERTISEMENT
વિરોધમાં વિપક્ષ
હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને AAP જેવી ઘણી ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે. નીતિશ કુમારના JD(U) અને ચિરાગ પાસવાન જેવા NDAના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. 'One Nation One Election'ને વારંવાર ચૂંટણીઓથી થતા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.
ADVERTISEMENT
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી અધ્યક્ષતા
'વન નેશન, વન ઇલેક્શન' (One Nation One Election) પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે 32 રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે 15 વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ કયારેકને ક્યારેક 'વન નેશન, વન ઇલેક્શન'ના વિચારને સમર્થન આપ્યું હતું.
કેવી રીતે તૈયાર થયો 'વન નેશન, વન ઇલેક્શન' રિપોર્ટ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) 'વન નેશન, વન ઇલેક્શન' (One Nation One Election) સાથે જોડાયેલી ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો શેર કરતા કહ્યું કે આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. 3 મહિના તો ઇન્વિટેશનમાં લાગી ગયા. પછી અમે વાતચીત શરૂ કરી. 2 મહિના ડે ટુ ડે બેસિસ પર વાતચીત કરી. આ રિપોર્ટમાં 18 હજારથી વધુ પેજ છે. મને જાણ કરવામાં આવી હતી કે આજ સુધી ભારત સરકારની કોઈ કમિટીએ આટલો મોટો રિપોર્ટ આપ્યો નથી. આ રિપોર્ટ 21 વોલ્યુમ્સમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માંગ્યા. આ માટે 16 ભાષાઓમાં 100થી વધુ જાહેરાતો આપવામાં આવી. 21000 લોકોએ આનો જવાબ આપ્યો. 80 ટકા લોકો તેની તરફેણમાં હતા. આ સિવાય અમે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ બોલાવ્યા. FICCI, ICC, બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા.
આ પણ વાંચો: 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ, નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી
દેશ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ બિલ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) જણાવ્યું કે ભારતમાં ચૂંટણી કરાવવા માટે 5 થી 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ જાય છે. જો આ બિલ લાગુ થઈ જશે તો એકસાથે ચૂંટણી કરાવવા માટે માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો જ ખર્ચ થશે. આનાથી ઘણી બચત થશે. બાકીના નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. એકંદરે આ બિલ અમલમાં આવ્યા બાદ દેશની જીડીપીમાં અંદાજે એકથી દોઢ ટકાનો વધારો થવાની સંભાવના છે. એવામાં આ વન નેશન, વન ઇલેક્શન (One Nation One Election) ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.