Parliament Winter Session Day 20 Lok Sabha Rajya Sabha Rahul Gandhi Statement
સંસદ /
સંસદમાં હોબાળા બાદ પણ રાહુલે ફરી કહ્યું, 'રેપ ઈન ઈન્ડિયા' કહ્યું પણ હું માફી નહીં માંગુ
Team VTV12:12 PM, 13 Dec 19
| Updated: 04:02 PM, 13 Dec 19
સંસદના આ શિયાળુ સત્રમાં સરકાર અનેક મહત્વના બિલ પાસ કરાવવામાં સફળ રહી છે. નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મંજૂરી મળી છે ત્યારબાદ તે એક કાયદાનું રૂપ લઈ લેશે. સંસદના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ આપેલા રેપ કેપિટલના નિવેદનને લઈને હોબાળો મચ્યો હતો. આ અંગે ભાજપના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે રાહુલ ગાંધી માફી માંગે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવાની ના પાડી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું આમની પાસે ક્યારેય માફી નહીં માંગું. પીએમ મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. ધ્યાન ભટકાવવાને માટે ભાજપ નેતાઓ હલ્લાબોલ કરી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયાની વાત પીએમ મોદીએ કરી તો મેં રેપ ઈન ઈન્ડિયા કહ્યું છે.
Rahul Gandhi: I have a clip on my phone in which Narendra Modi ji is calling Delhi a 'rape capital',will tweet it so that everyone can see. Just to deflect attention from protests in North East, this is being made an issue by BJP. https://t.co/BF4toNRaO8pic.twitter.com/4wRWTZy4Np
રાહુલ ગાંધીએ કહ્યું કે નોર્થ ઈસ્ટને સળગાવી દો. બેરોજગારી, મંદીથી ધ્યાન ભટકાવવાને માટે અમારા નિવેદનને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. પણ હું તેમની માફી માંગીશ નહીં.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે મોદીજીએ માફી માંગવી જોઈએ. પૂર્વોત્તરને સળગાવવા માટે, ભારતની અર્થવ્યવસ્થાને ચૌપટ કરવા માટે. આ ભાષણ માટે. તેની ક્લિપ હું શેર કરી રહ્યો છું. આજે દેશભરમાં હિંસા થઈ રહી છે. પૂર્વોત્તરમાં હિંસા થઈ રહી છે. કાશ્મીરમાં હિંસા થઈ રહી છે.
Defence Min Rajnath Singh in Lok Sabha on Rahul Gandhi's 'rape in India' remark: Mein toh ahat hua hun, poora desh ahat hua hai. Kya aise log sadan mein aa sakte hain jo aise shabd istemaal karte hain? Kya unko poore sadan hi nahi balki poore desh se maafi nahi mangni chahiye. pic.twitter.com/vew1wHg8EX
ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે રાહુલ ગાંધીએ સદનની બહાર નિવેદન આપ્યું હતું. તમે મારી પાસે જવાબ ઈચ્છો છો. મંત્રીએ મારું અને સુપ્રિયા સુલેનું નામ લીધું. પીએમ મેક ઈન ઈન્ડિયાને લઈને જે બોલે છે અમે તેમનું સન્માન કરીએ છીએ. પરંતુ દેશમાં શું થઈ રહ્યું છે. રાહુલ ગાંધી એ જ કહેવા ઈચ્છે છે મેક ઈન ઈન્ડિયા નથી થઈ રહ્યું અને દેશમાં મહિલાઓની સાથે રેપ થઈ રહ્યો છે.
Kanimozhi,DMK on Rahul Gandhi's 'rape in India' remark: PM said 'Make in India', which we respect, but what is happening in country? That is what Rahul Gandhi intended to say. Unfortunately Make in India is not happening&women in the country are being raped. This is a concern pic.twitter.com/sJDyk3gUFo
હંગામા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભામાં રાહુલના નિવેદનને લઈને હંગામો
Few MPs in Rajya Sabha raise slogans of 'Rahul Gandhi maafi maango' over Rahul Gandhi's 'rape in India' remark; Rajya Sabha Chairman M Venkaiah Naidu says, "you cannot take the name of a person who is not a member of this House. No body has the business to disturb the House". pic.twitter.com/Ojp2BthDBO
કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે અમે મેક ઈન ઈન્ડિયાનું સ્લોગન આપ્યું હતું. રાહુલ ગાંધીને શું થયું છે. તેઓ ભારતીય મહિલાઓ અને ભારત વિશે શું વિચારે છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર થયું છે કે કોંગ્રેસ નેતા રેપ કેસમાં આવું નિવેદન આપી રહ્યા છે. તેઓ સાર્વજનિક રીતે કહી રહ્યા છે કે રેપ કરો. રાહુલ શું એમ કહી રહ્યા છે કે ભારતીય પુરુષોએ મહિલાઓનો રેપ કરવો જોઈએ. ગજેન્દ્ર સિંહે કહ્યું કે રાહુલ ગાંધી આવે અને માફી માંગે.
BJP સાંસદોએ રાહુલ પર કર્યો હુમલો
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની મહિલાઓને શું સમજીને રાખ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી શું સંદેશ આપવા ઈચ્છે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી શું કરવા ઈચ્છે છે અને તેઓ શું એમ કહેવા ઈચ્છે છે કે મહિલાઓના રેપ થવા જોઈએ. તેઓ આ નિવેદન કેવી રીતે આપી શકે છે. બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવાની માંગણી કરી છે.
Union Minister Smriti Irani in Lok Sabha on Rahul Gandhi's 'rape in India' remark: This is first time in history that a leader is giving a clarion call that Indian women should be raped. Is this Rahul Gandhi's message to the people of the country? pic.twitter.com/BSTDlIoZ1h