બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શું છે આ મહાભિયોગ પ્રસ્તાવ? જેને વિપક્ષ લાવવા જઈ રહ્યું છે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ
Last Updated: 12:38 PM, 10 August 2024
સંસદના ચોમાસુ સત્રમાં હાલ ઘણો હોબાળો થઈ રહ્યો છે. પાર્ટી અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર ઉગ્ર વિવાદ જોવા મળ્યો. આવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે વિપક્ષી સાંસદોનું સ્પીકર કે અધ્યક્ષ સાથે ઘર્ષણ થયું હોય. શુક્રવારે પણ રાજ્યસભામાં આવો જ હોબાળો જોવા મળ્યો. અધ્યક્ષ જગદીપ ધનખડ અને સાંસદ જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. રાજ્યસભામાં અધ્યક્ષ અને જયા બચ્ચન વચ્ચેની બોલાચાલી એટલી વધી ગઈ કે હવે જયા બચ્ચન અધ્યક્ષ પાસે માફીની માંગ કરી રહ્યા છે. આ પછી વિપક્ષી સાંસદો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષ આ મામલે અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. વિપક્ષ અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ કલમ 67 હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
સ્પીકર જગદીપ ધનખડે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા, જેના પછી તેઓ સતત નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા, આ પછી બીજેપી સાંસદ ઘનશ્યામ તિવારી અને ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કોઈ મામલો હતો, પરંતુ ખડગેનો બોલવાની તક મળતી ન હતી, એવામાં જયા બચ્ચને અધ્યક્ષની બોલવાની શૈલી પર સવાલ ઉઠાવી દીધા. આ પછી વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ રાજ્યસભા અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. એવામાં ચાલો જાણીએ કે મહાભિયોગ પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે શું તફાવત છે.
ADVERTISEMENT
શું હોય છે મહાભિયોગ પ્રસ્તાવ?
મહાભિયોગ શબ્દનો અર્થ કોઈ પણ પદ પર બેઠેલી વ્યક્તિને તે પદની તમામ સત્તાઓ અને જવાબદારીઓથી હટાવવાનો નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પ્રક્રિયા છે. બંધારણની કલમ 61, 124 (4), (5), 217 અને 218માં તેનો ઉલ્લેખ છે. મહાભિયોગ પ્રસ્તાવ ત્યારે જ લાવી શકાય છે જ્યારે બંધારણનું ઉલ્લંઘન, ગેરવર્તણૂક અથવા અસમર્થતા સાબિત થાય. નિયમો અનુસાર સંસદના કોઈપણ ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. જો કે, તેને લોકસભામાં રજૂ કરવા માટે, 100 સાંસદોની સહીઓની જરૂર છે, જ્યારે તેને રાજ્યસભામાં રજૂ કરવા માટે, 50 સાંસદોની સહીઓની જરૂર છે.
આ પણ વાંચો: 3 કરોડ ઘરો, 8 ન્યૂ રેલવે પ્રોજેક્ટ..., એકસાથે અનેક મોટા પ્રોજેક્ટ્સને શુક્રવારે મોદી કેબિનેટે આપી મંજૂરી
શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ?
અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરીએ તો, જો લોકસભામાં કોઈપણ વિરોધ પક્ષને એવું લાગે છે કે શાસક પક્ષ અથવા સરકારે ગૃહમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે અને દેશમાં સરકારની નીતિઓ સારી નથી, તો તે સમયે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. આને નો કોન્ફીડન્સ મોશન પણ કહેવામાં આવે છે. વિપક્ષ એવો દાવો છે કે સરકાર પાસે બહુમતી નથી, આવી સ્થિતિમાં સરકારે આને સાબિત પણ કરવું પડે છે. આ પ્રસ્તાવની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 75માં કરવામાં આવી છે. આ મુજબ જો વડાપ્રધાન અને કેબિનેટ ગૃહમાં બહુમત સાબિત ન કરી શકે તો તેમણે રાજીનામું આપવું પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.