બ્રેકિંગ ન્યુઝ
VTV / parliament jammu kashmir reorganisation bill
vtvAdmin
Last Updated: 08:00 AM, 7 August 2019
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સરકારે આરોપ લગાવ્યો હતો કે, નિયમોનું ઉલ્લંઘન કરતા રાતોરાત એક રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે. સત્તાપક્ષ અને વિપક્ષના તમામ સાંસદો આ સંકલ્પ પર પોતાનો વિચાર રજુ કર્યો હતો અને લાંબી ચર્ચાના અંતે આ બિલ પાસ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ બિલનું કર્યું સમર્થન
જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા મામલે કોંગ્રેસમાં બે જુથમાં વહેંચાઇ ગઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સિંધિયાએ કહ્યું કે, 'આ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાયો છે અને હું એને પૂર્ણ સમર્થન કરું છું'. કલમ 370 મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંસદમાં તેનો વિરોધ કરી રહ્યા છે તો યુવા નેતા તેનું સમર્થન કરી રહ્યા છે.
ADVERTISEMENT
ऐतिहासिक क्षण।
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 6, 2019
मां भारती को आज अपने सपूतों पर निश्चित ही गर्व महसूस हो रहा होगा।हमारे नेता श्री @narendramodi जी और श्री @AmitShah जी ने अखंड भारत के सपनों को सही अर्थों में साकार कर श्रद्धेय डॉ श्यामा प्रसाद मुखर्जी जी को सच्ची श्रद्धांजलि दी है। @PMOIndia #BharatEkHai pic.twitter.com/hvKTCQ0iDF
લોકસભામાં J-K આરક્ષણ બિલ પરત ખેંચાયું
નોંધનીય છે કે,ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલને લોકસભામાંથી પાછું ખેંચ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના આદેશ બાદ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 પાછો ખેંચી લેવામાં આવશે અને ત્યારબાદ આ અનામત ત્યાં લાગુ કરવામાં આવશે, તેથી બિલ પાછું ખેંચી રહ્યો છું. ગૃહમંત્રીએ કહ્યું કે હું રાજ્યસભામાં પણ આ બિલ પાછું ખેંચવા અપીલ કરીશ. સદને ગૃહમંત્રી અમિત શાહને અનામત બિલ પાછું ખેંચવાની મંજૂરી આપી.
લોકસભામાં 280 કલાક ચાલી ચર્ચા
ઓમ બિરલાએ આજે લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ અવસર પર તેમણે કહ્યું કે, 1952 થી લઇને 17 મી લોકસભાનું આ સત્ર લોકસભાના સૌથી સ્વર્ણિમ સત્ર રહ્યું. જેમાં કુલ 37 બેઠક અને 280 કલાક સુધી સદનની કાર્યવાહી ચાલી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.