વેચાણ / લૉકડાઉનમાં તમામ ઉદ્યોગો તૂટ્યાં પરંતુ Parle-Gએ વેચાણનો 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો, કારણ રસપ્રદ

Parle-G records best sales in 8 decades during COVID19

કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે ભલે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી હોય, પરંતુ પારલે-જી  બિસ્કીટનું એટલું બધુ વેચાણ થયું છે કે ગત 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલે-જી બિસ્કીટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઇ રહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ ખુબ મદદગાર સાબિત થયાં. કોઇ વ્યક્તિએ જાતે ખરીદીને ખાધા, તો કોઇ વ્યક્તિએ બીજાને મદદ માટે બિસ્કીટ વેંચ્યાં. જ્યારે ઘણા લોકોએ તો પોતાના ઘરમાં પારલે-જી બિસ્કીટનો સ્ટોક જમા કરીને રાખી લીધો. 

બ્રેકિંગ ન્યૂઝ