બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:28 AM, 13 September 2024
વર્ષમાં 24 એકાદશી આવે છે. જે બધી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જયંતી એકાદશી એટલે કે પરિવર્તની એકાદશી પણ તેમાંથી જ એક છે. જેનું સનાતન ધર્મના લોકો માટે ખાસ મહત્વ છે. ભાદરવા મહિનામાં આવનાર શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે વ્રત કરવું જોઈએ.
ADVERTISEMENT
ક્યારે છે પરિવર્તની એકાદશી?
ADVERTISEMENT
વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનામાં આવનાર શુક્લ પક્ષની તિથિનો આરંભ 13 સપ્ટેમ્બર 2024એ મોડી રાત્રે 10.30 મિનિટથી થઈ રહ્યો છે. જેનું સમાપન બીજા દિવસ 14 સપ્ટેમ્બરે રાત્રે 8.41 મિનિટ પર થશે. એવામાં ઉદયાતિથિના આધાર પર પરિવર્તની એકાદશીનું વ્રત 14 સપ્ટેમ્બર 2024એ થશે.
વિષ્ણુ પૂજાનું શુભ મુહૂર્ત
પરિવર્તની એકાદશીના દિવસે વિષ્ણુજીની પૂજાનુ અભિજીત મુહૂર્ત સવારે 11.52 મિનિટથી લઈને બપોર બાદ 12.41 સુધી છે. આ દિવસે દેવી-દેવતાઓની પૂજા માટે વિજય મુહૂર્ત પણ શુભ છે. બપોરે 2.20 મિનિટથી લઈને બપોર બાદ 3.09 મિનિટ સુધી છે. ત્યાં જ વ્રતના પારણાનો સમય 15 સપ્ટેમ્બર 2024એ સાંજે 6.06 મિનિટથી લઈને સવારે 8.34 મિનિટ સુધી છે.
પરિવર્તની એકાદશીના પ્રભાવશાળી ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.