બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ભારત રોજબરોજ ચમકી રહ્યું છે, દેશના ખાતામાં આવી ચૂક્યાં છે 24 મેડલ, હવે ટાર્ગેટ 30ને પાર
Last Updated: 09:36 AM, 5 September 2024
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન ચાલુ છે અને બુધવાર એટલે કે 4 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે યાદગાર દિવસ હતો. ભારતીય ખેલાડીઓએ દેશ માટે 2 ગોલ્ડ સહિત કુલ 4 મેડલ જીત્યા હતા. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે.
ADVERTISEMENT
Schedule for Paris Paralympics Day 8 🇮🇳
— The Khel India (@TheKhelIndia) September 4, 2024
Many Medal Matches in Athletics, Shooting Archery & Judo#Paralympics2024 | #TeamIndia | #LetsKhel pic.twitter.com/g4DtIzEvtt
ભારત પાસે 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારત પેરિસ પેરાલિમ્પિક મેડલ ટેલીમાં 13માં સ્થાને પહોંચી ગયું છે. પેરિસ પેરાલિમ્પિક મેડલ ટેલીમાં ચીન 62 ગોલ્ડ સહિત કુલ 135 મેડલ સાથે પ્રથમ સ્થાને છે, બીજા સ્થાને રહેલા ગ્રેટ બ્રિટન પાસે 33 ગોલ્ડ સહિત કુલ 74 મેડલ છે. ચીન અને બ્રિટન વચ્ચે 29 ગોલ્ડ મેડલનો તફાવત છે.
ADVERTISEMENT
WE HAVE NOW ACTUALLY SURPASSED TOKYO 🇮🇳
— The Khel India (@TheKhelIndia) September 4, 2024
India at Tokyo 2020 - 19 Medals
- 5 GOLD 🥇8 SILVER 🥈6 BRONZE 🥉
India at Paris 2024 - 24 medals Till Now
- 5 GOLD 🥇9 SILVER 🥈10 BRONZE 🥉 pic.twitter.com/iKjMiQIJQw
પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે, ધરમબીરે મેન્સ ક્લબ થ્રો (F51)માં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ધરમબીરે ભારત માટે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ આ જ ઈવેન્ટમાં પ્રણવ સુરમાએ ભારતને આઠમો સિલ્વર મેડલ અપાવ્યો હતો.
હરવિંદર સિંહે પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ બનીને ઈતિહાસ રચ્યો હતો. તેણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. અગાઉના દિવસે વિશ્વ ચેમ્પિયન સચિન સર્જેરાવે પુરુષોની શોટ પુટ F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જણાવી દઈએ કે, આ મેડલ સાથે ભારત મેડલ ટેબલમાં 13માં સ્થાને પહોંચી ગયું છે અને આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતીય ખેલાડીઓ હવે મેડલ ટેલીમાં પોતાનુ સ્થાન સુધારવા પર નજર રાખી રહ્યા છે અને આજે ભારતના શૂટર્સ, જુડો ખેલાડીઓ, તીરંદાજો તેમજ પાવરલિફ્ટર્સ એક્શનમાં જોવા મળશે. આજે આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં મેડલ જીતવા માટે દાવ રજૂ કરશે અને આજે ભારત બીજા આઠ મેડલ જીતી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.